અમરેલી

સાવરકુંડલાના કર્મઠ નિડર અને નિષ્પક્ષતાને વરેલા યુવાનની માનવાધિકાર સુરક્ષા ક્ષેત્રે મહત્વની વરણી

ન્યાયની કેડી ઉપર ચાલીને અનોખો ઈતિહાસ લખીશું,

પીડિતોના આંસુ લૂછીને નવો વિશ્વાસ લખીશું.

હક અને અધિકારની મશાલ લઈને નીકળ્યા છીએ,

અંધકારને ચીરીને હવે અમે ઉજાસ લખીશું.

–“પાંધી સર”

માનવ અધિકારોના રક્ષણ અને સંવર્ધન માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યરત સંસ્થા ‘હ્યુમન રાઈટ્સ પ્રોટેક્શન સેલ’ (HRPC) દ્વારા  સાવરકુંડલાના વકીલશ્રી ઝુબેર ચૌહાણની મહત્વના હોદ્દા પર વરણી કરવામાં આવી છે. આ સંસ્થાના નેશનલ સેક્રેટરી સુ.શ્રી રશ્મિ બાલા દ્વારા સત્તાવાર નિમણૂંક પત્ર જાહેર કરીને વકીલશ્રી ઝુબેર ચૌહાણને જિલ્લા સ્તરના લીગલ એડવાઈઝર ‘હ્યુમન રાઈટ્સ પ્રોટેક્શન સેલ’ (HRPC જનરલ સેલ) તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

ભારતીય બંધારણ જોગવાઈઓ અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા માનવ અધિકારોના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત આ સંસ્થામાં એડવોકેટ ઝુબેર ચૌહાણની તેમની કાયદાકીય યોગ્યતા અને અનુભવના આધારે પસંદગી કરવામાં આવી છે. આગામી સમયમાં તેઓ જિલ્લામાં માનવાધિકાર કાર્યકર્તાઓને તાલીમ આપવા અને માનવીય અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે સંસ્થાના નીતિ-નિયમો મુજબ કાર્ય કરશે. આ નિમણૂક બદલ સમગ્ર અમરેલી જિલ્લામાં માનવીય અધિકારોના રક્ષણ અંગે અભિગમ ધરાવતા લોકો અને મિત્ર વર્તુળમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

Related Posts