તળાજા તાલુકાની શ્રી ગણેશ શૈક્ષણિક સંકુલ ( સંસ્કાર વિદ્યાલય ) રાળગોનમાં વિજ્ઞાન દિવસની જોરદાર ઉજવણી બાળ વિજ્ઞાનીકો દ્વારા કરવામાં આવી હતી .જેમા શાળાના ઘોરણ 5 થી 11 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમા જુદા જુદા વિભાગમાં 90 જેટલી કૃતિઓ તૈયાર કરવામાં આવેલ. હાલના આધુનિક જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજી માનવજાતી માટે કેટલુ ઉપયોગી છે, તે બાબતે પ્રદર્શન નિહાળનાર સર્વ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને બાળ વિજ્ઞાનીકોએ સમજ આપી હતી.ઉપરાંત શ્રી ગણેશ નર્સિંગ કોલેજના ભાઈઓ અને બહેનો દ્વારા વિજ્ઞાન ટેક્નોલૉજીનો માનવજાતીના આરોગ્ય સુખાકારીના ઉપયોગ માટે સમજ આપેલ. રાળગોન ગામના યુવા સરપંચ રાજુભાઈ લાધવા,આર.કે સાહેબ દ્વારા સર્વ બાળ વિજ્ઞાનીકોને અભિનંદન આપી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
રાળગોન ખાતે આવેલા ગણેશ શૈક્ષણિક સંકુલ દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી



















Recent Comments