આયુષ્માન આરોગ્ય મંદિર, પિયાવા દ્વારા ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના વરિષ્ઠ નાગરિકો માટે મફત આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો હતો તેમજ આરોગ્યની જાળવણી અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) જાગૃતભાઈ ચૌહાણે વૃદ્ધાવસ્થા દરમિયાન થતા શારીરિક ફેરફારો (એજિંગ પ્રોસેસ) અને માનસિક સ્વાસ્થ્ય જાળવવાની પદ્ધતિઓ વિશે સરળ શૈલીમાં સમજણ આપી હતી. તેમણે વૃદ્ધાવસ્થામાં સ્વસ્થ અને તણાવમુક્ત રહેવા માટે રોજિંદા જીવનમાં યોગ અને ધ્યાનનું મહત્વ ખાસ રેખાંકિત કર્યું હતું. ગ્રામજનોએ આ આરોગ્યલક્ષી પહેલને બિરદાવી હતી.















Recent Comments