લાઠી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લાઠી દ્વારા માતૃશક્તિદીવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લાઠી દ્વારા માતૃશક્તિદીવસની કન્યાશાળા લાઠી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં લાઠી નગરપાલિકા પ્રમુખ શ્રી દયાબેન જમોડ,કારોબારી ચેરમેનશ્રી પારૂલબેન ડેર, કાનુની સલાહકાર જલ્પાબેન ઘાટલીયા, પોલીસ કોન્સ્ટેબલ ભૂમિબેન ખીમાણી તથા મુખ્યવકતા તરીકે ડો.કનુભાઈ કરકર ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગૌરાંગભાઈ જોશી બી.આર.સી.કો.ઓર્ડીનેટર શ્રી પિયુષભાઈ વિરડીયા અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જીલ્લા અધ્યક્ષ વિજયભાઈ મકવાણા પણ હાજર રહ્યાં હતા.આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ કુમારિકાનું પૂજન કરવામાં આવ્યું હતું સાથે માતૃશકિતનું પૂજન કરી એમની વંદના કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં કનુભાઈ કરકર દ્વારા મહારાણી અબક્કાનાં જીવન ચરિત્ર વિશે પ્રેરણાત્મક પ્રવચન આપવામાં આવ્યું હતું સાથે સાથે વિદ્યાર્થીમાં તથા દેશના લોકોમાં રાષ્ટ્રભાવના પ્રગટ થાય એવી સુંદર અને પ્રેરણાત્મક વાતો રજૂ કરી હતી.કાર્યક્રમમાં હાજર મહેમાનોનું શાલ પુષ્પ ગુચ્છ અને ભારતમાતાનો ફોટો અને પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.લાઠી તાલુકાની શાળામાં માતૃશક્તિ તરીકે કાર્યરત આચાર્ય બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.સમાજમાં સ્ત્રી શક્તિનું મુલ્ય સમજાય અને નવી પેઢી ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી પરિચિત થાય તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું સફળ સંચળ સંચાલન માધવીબેન કરકર અને પાયલબેન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત માતૃશક્તિએ આ ઉમદા કાર્યક્રમ બદલ સમગ્ર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પરિવારને અભિનંદન આપ્યા હતા.

















Recent Comments