ગુજરાત

શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા પસવાદળ ગામે શહીદ વીર અજયકુમાર પરમાર ના પરિવારને ₹.૫૧,૦૦૦/- ની શૌર્ય રાશિ અર્પણ કરાઈ

વડગામ શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા પસવાદળ ગામે શહીદ વીર અજયકુમાર પરમારના પરિવારને ₹.૫૧,૦૦૦/- ની શૌર્ય રાશિ અર્પણ કરાઈ

પસવાદળ (તા. વડગામ): રાષ્ટ્રની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર જવાનોના પરિવારોની વ્હારે આવતા ‘શહીદ વંદના ફાઉન્ડેશન’ દ્વારા આજે વધુ એક શહીદ પરિવાર ને શૌર્ય સહાય આપી પ્રેરણાદાયી સેવા કાર્ય કરવામાં આવ્યું. આજ રોજ તારીખ ૨૨/૦૩/૨૦૨૬, રવિવારના રોજ વડગામ તાલુકાના પસવાદળ ગામે શહીદ વીર અજયકુમાર સંજયભાઈ પરમારના પરિવારને આર્થિક અને સામાજિક ટેકો પૂરો પાડવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ગામના આસ્થાના પ્રતીક એવા વીરપનાથ દાદાના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારને ₹૫૧,૦૦૦/- ની શૌર્ય સહાય અર્પણ કરવામાં આવી હતી. શહીદના પિતાશ્રી સંજયભાઈ પરમારને ફાઉન્ડેશન દ્વારા ‘વિરાંજલી પત્ર’ આપી તેમનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પસવાદળ ગામના સરપંચ શ્રી, પંચાયત કમિટીના સભ્યો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ગામની માતાઓ અને બહેનોએ પણ બહોળી સંખ્યામાં હાજર રહી શહીદ વીર અજયકુમારને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર વાતાવરણ શહીદ પ્રત્યેના આદર અને દેશભક્તિના સૂરથી ગુંજી ઉઠ્યું હતું.

શહીદ વંદના ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર સપૂતના પરિવારની સેવા કરવી એ અમારી પ્રાથમિકતા છે. ફાઉન્ડેશન ભવિષ્યમાં પણ આ શહીદ પરિવાર સાથે સતત સંપર્કમાં રહેશે અને તેમને જરૂરી તમામ પ્રકારની મદદ પૂરી પાડવા માટે કટિબદ્ધ રહેશે. શહીદ વંદના ફાઉન્ડેશન એ શહીદ પરિવારો ને આર્થિક મદદ રૂપ બને છે તેમજ વિવિધ સેવાકીય કાર્યો કરે છે. સંસ્થા સાથે જોડાઈ ને યુવાનો રાષ્ટ્ર સેવા ના કાર્ય કરી રહ્યા છે 

Related Posts