ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ અન્વયે અમરેલી જિલ્લામાં કુલ ૦૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા. ૨૬.૦૪.૨૦૨૬ના રોજ યોજાશે ઉપરાંત મતગણતરી તા. ૨૮.૦૪.૨૦૨૬ના રોજ યોજાશે.
આ અન્વયે અમરેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણી માટેની આંકડાકીય માહિતી અને મતદાર યાદીની વિગતો જાહેર કરવામાં આવી છે.
તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી-૨૦૨૬ હેઠળ અમરેલી જિલ્લામાં અમરેલી, વડીયા, લાઠી, બાબરા સાવરકુંડલા, લીલીયા, ધારી, બગસરા, ખાંભા, રાજુલા અને જાફરાબાદ એમ કુલ ૧૧ તાલુકાઓનો સમાવેશ થાય છે. સમગ્ર જિલ્લામાં જિલ્લા પંચાયત મતદાર મંડળોની કુલ ૩૪ બેઠકો અને તાલુકા પંચાયત મતદાર મંડળોની કુલ ૧૯૦ બેઠકો માટે ચૂંટણી યોજાશે. કુલ ૧,૦૯૩ મતદાન મથકો ખાતે મતદાન કરવામાં આવશે. આ ચૂંટણીમાં કુલ ૮,૬૪,૮૭૭ મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં ૪,૫૫,૪૪૯ પુરુષ, ૪,૦૯,૪૨૭ સ્ત્રી અને ૧ અન્ય મતદારનો સમાવેશ થાય છે.
નગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ હેઠળ જિલ્લાની કુલ ૬ નગરપાલિકાઓ જેમાં અમરેલી, બાબરા, સાવરકુંડલા, ધારી, બગસરા અને દામનગરનો સમાવેશ થાય છે, તેમાં ચૂંટણી યોજાશે. આ નગરપાલિકાઓના કુલ ૪૬ વોર્ડ માટે ચૂંટણી યોજાવાની છે. કુલ ૨૩૧ મતદાન મથકો ખાતે મતદાન યોજાશે. નગરપાલિકા વિસ્તારોમાં કુલ ૨,૧૦,૬૭૭ મતદારો નોંધાયેલા છે. શહેરી મતદારોમાં ૧,૧૦,૧૫૯ પુરુષ, ૧,૦૦,૪૯૮ સ્ત્રી અને ૨૦ અન્ય મતદારો છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬ અન્વયે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતા અમલી બનાવવામાં આવી છે. આ આદર્શ આચારસંહિતાનો ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે.












Recent Comments