ભાવનગર

ચૂંટણી પ્રચાર માટે કોઇ પણ ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવા પર તથા ધાર્મિક કાર્યક્રમોમાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લાદવા અંગેનું જાહેરનામું બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટ

રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
થયેલ છે. જે અનુસાર ભાવનગર જિલ્લાની ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર
નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર,
વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર, જેસર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેનુ
મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે.
ભાવનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય તથા પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લામાં
આદર્શ આચાર સંહિતા બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન
આદર્શ આચારસંહિતાનો અમલ કરવા ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે અંગેના નિયંત્રણ રાખવાની જરૂર
છે તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા
કલમ (૧) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં કોઇ પણ મંદીર, મસ્જીદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઇપણ
ધાર્મિક/પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકશે નહી. ધાર્મિક સંસ્થાઓ(દુરૂપયોગ નિવારણ) અધિનિયમ-૧૯૮૮
હેઠળ ધાર્મિક સંસ્થાઓના ફંડ અને જગ્યાનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાતો નથી તેથી તે કાયદાનું અસરકારક રીતે
પાલન કરવાનું રહેશે. કોઇ પણ સ્થળે ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે તે સ્થળોએ કોઇપણ જાતના ચૂંટણી પ્રચાર માટેના બેનર
લગાવવા નહિ. ચોપાનીયા વહેંચવા નહી કે કોઇ પણ રાજકીય નેતાઓ કે આયોજકોએ ચૂંટણી પ્રચાર માટે પ્રવચન કરવુ નહીં.
સભ્યો નોંધણી કરવા નહીં. ચૂંટણી પ્રચાર માટેના સ્ટોલ રાખવા નહીં કે, ચૂંટણી સબંધી કોઇપણ પ્રકારની રાજકીય પ્રવૃતિ કરવી
નહીં.
આ અંગે ભારતના ચૂંટણી આયોગની આદર્શ આચારસંહિતાનું પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર
અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા-ર૦ર૩ ની કલમ-રર૩ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું
ભાવનગર જિલ્લાની ચૂંટણી હેઠળની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં સમાવિષ્ટ વિસ્તાર પુરતુ લાગુ પડશે. આ જાહેરનામું
પ્રસિધ્ધ થયા તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ તારીખ:- ૦૪/૦૪/ર૦ર૬ ના રોજ મારી
સહી સિકકો કરી જાહેરનામું બહાર પાડયું.

Related Posts