રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
થયેલ છે. જે અનુસાર ભાવનગર જિલ્લાની ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર
નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર,
વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર, જેસર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેનુ
મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે.
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/મઘ્યસત્ર/પેટા ચૂંટણીઓમાં આદર્શ આચાર સંહિતા બહાર પાડી તેનું કડકપણે
પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના
કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીય પક્ષો/ ઉમેદવારો તરફથી વિશાળ કટઆઉટ,
જાહેરાત પાટીયા/બેનર્સ વિગેરે દ્વારા પૈસાની તાકાતનું આડંબરયુકત પ્રદર્શન ન થાય તે જરૂરી છે. આથી હું ડૉ. મનીષ કુમાર
બંસલ (આઇ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-ર૦ર૩ ની કલમ-૧૬૩
ની પેટા કલમ-(૧) થી મને મળેલ સત્તાની રૂઇએ ચૂંટણીલક્ષી ચોપાનીયા, ભીંતચિત્રો, હોર્ડીંગ, બેનર્સ છાપવા/લગાવવા બાબતે
તથા શાળા, કોલેજોના મેદાનના ઉપયોગ પર નિયમન કરવા નીચે મુજબના નિયમો તાત્કાલિક અમલમાં લાવવા જરૂરી હોવાથી
સદર નિયમોનું પાલન કરવા ફરમાવું છું.
રાજકીય પક્ષો/ઉમેદવારોએ જે સ્થળે ચૂંટણી પ્રચાર માટે સભા રાખી હોય તે સ્થળની અંદર જે સમય દરમિયાન સભા
યોજવામાં આવી હોય તેટલા સમય દરમિયાન જ બેનર્સ, હોર્ડીંગ્સ, કટ આઉટ, પોસ્ટર્સ વિગેરે પ્રદર્શિત કરી શકાશે અને સભા પૂરી
થયા પછી તુર્ત જ સભાના સ્થળે પ્રદર્શિત કરવામાં આવેલ બેનર્સ, હોર્ડીંગ્સ, કટઆઉટ, પોટર્સ વગેરે દૂર કરવાના રહેશે તેમજ
સ્થાનિક વહીવટી તંત્રએ લાદેલા નિયંત્રણો તેમજ સ્થાનિક કાયદાઓ હેઠળના નિયંત્રણો અને જો કોર્ટનો કોઇ હુકમ હોય તો તેને
આધીન ચૂંટણી પ્રચાર માટેના સરઘસમાં પોસ્ટર્સ અને બેનર્સ પ્રદર્શીત કરવાની પરવાનગી આપી શકાશે તે સીવાય કોઇ
ઉમેદવારોએ, રાજકીયપક્ષોએ કે તેમના ટેકેદારોએ કોઇ કટઆઉટ દરવાજા (GATES) કે કમાનો (ARCHES) ઉભા કરવા નહી.
કોઇ પણ રાજકીય પક્ષો, ઉમેદવારો અન્ય સંગઠનો, વ્યકિતઓ દ્વારા કોઇપણ જગ્યાએ કટ આઉટ જાહેરાતના પાટીયા,
બેનર વિગેરે મુકતા પહેલા તે અંગેની જાણ ચૂંટણી અધિકારીશ્રી, મદદનીશ ચૂંટણી અઘિકારીશ્રી તેમજ જિલ્લા પોલીસ
અધિક્ષકશ્રીને કરવાની રહેશે.
જયાં એક પક્ષે સભાઓ યોજી હોય, એવા સ્થળોએ બીજા પક્ષે સરઘસ લઇ જવું નહીં. તેમજ પોતાના પક્ષના ચોપાનીયા
વહેંચીને ખલેલ પહોંચાડવી નહીં. એક પક્ષે બહાર પાડેલા ભીંતપત્રો બીજા પક્ષના કાર્યકરોએ દુર કરવા નહીં અને રાજય ચૂંટણી
આયોગની આદર્શ આચારસંહિતાનું પાલન કરવાનું રહેશે.
કોઇપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, અન્ય સંગઠનો, વ્યકિતઓ ચૂંટણી પ્રચાર માટે શાળા અને કોલેજોના મેદાનોમાં
નીચેની શરતોએ રાજકીય મીટીંગો માટે પરવાનગી લઇ ઉપયોગ કરી શકશે. (૧) શાળા અને કોલેજોના શૈક્ષણિક સમય પત્રકને
કોઇપણ સંજોગોમાં અસર થવી જોઇએ નહિ. (ર) શાળા કોલેજના વ્યવસ્થાપકોને તેની સામે કોઇ વાંધો હોવો જોઇએ નહિ.
અને શાળા/ કોલેજોના વ્યવસ્થાપક મંડળની અને સબ ડીવીઝનલ ઓફીસરની અગાઉથી મંજુરી લીધેલી હોવી જોઇએ.
આવી મંજુરી વહેલા તે પહેલાના ધોરણે આપેલી હોવી જોઇએ. કોઇપણ રાજકીય પક્ષને આ મેદાનોનો એકહથ્થું ઉપયોગ
કરવાની પરવાનગી આપવી નહિ.
શાળા/કોલેજોના મેદાનોનો રાજકીય મીટીંગ માટે ઉપયોગ માટેની ફાળવણીમાં કોઇ ભંગને ચૂંટણી આયોગ ગંભીરતાથી
જોશે અને આ બાબતની જવાબદારી સભા માટે મંજુરી આપનાર સક્ષમ અધિકારીશ્રીની રહેશે. રાજકીય પક્ષો અને ઉમેદવારોએ
ઉપર દર્શાવેલા ધોરણોનો ભંગ ન થાય તે માટે કાળજી અને તકેદારી લેવાની રહેશે.
જો આ મેદાનોનો પ્રચાર માટે ઉપયોગ કરવાનો હોય તો તેને કોઇપણ નુકશાન વગર સંબંધિત સંસ્થાને પરત સોંપવું
અને જો કોઇ નુકશાન થયુ હોય તો તેના વળતર સાથે પરત સોંપવુ. સંબંધિત રાજકીય પક્ષ/પક્ષો મેદાન પરત સોંપતી વખતે
નુકશાનનું વળતર ચુકવવા માટે જવાબદાર રહેશે.
રાજકીયપક્ષો/ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા-ર૦ર૩ ની કલમ-રર૩
હેઠળ સજાને પાત્ર થશે.
આ જાહેરનામું ભાવનગર જિલ્લાની ચૂંટણી હેઠળની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં સમાવિષ્ટ વિસ્તાર પુરતુ લાગુ
પડશે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ તારીખ:-
૦૪/૦૪/ર૦ર૬ ના રોજ મારી સહી સિકકો કરી જાહેરનામું બહાર પાડયું.











Recent Comments