રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
થયેલ છે. જે અનુસાર ભાવનગર જિલ્લાની ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર
નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર,
વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર, જેસર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેનુ
મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે.
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/મઘ્યસત્ર/પેટા ચૂંટણીઓમાં આદર્શ આચાર સંહિતા બહાર પાડી તેનું કડકપણે
પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. જેના અમલ માટે જરૂરી પ્રતિબંધ મુકવાની જરૂર જણાતા ડૉ.મનીષ કુમાર બંસલ
(આઇ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-ર૦ર૩ ની કલમ-૧૬૩ ની પેટા
કલમ-(૧) થી મને મળેલ સત્તાની રૂઇએ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા છે.
જે ઉશ્કેરણીજનક ભાષણો આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલો કરવાની, ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા
પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની અથવા સક્ષમ અધિકારીના અભિપ્રાય પ્રમાણે
સુરૂચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા તેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેના પરિણામે જાહેર વ્યવસ્થા
જાળવવામાં વિક્ષેપ થવા સંભવ હોય, તેવા ઉશ્કેરણીજનક ભાષણો આપવાની અથવા ચાળા વિગેરે કરવાની અને તેના ચિન્હો,
નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાના કૃત્યો તથા વ્યકિતગત આક્ષેપોના કૃત્યો, આદર્શ
આચારસંહિતાનો ભંગ થાય તેવા કૃત્યો સામે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા છે.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા-ર૦ર૩ ની કલમ-રર૩
હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાની ઉપરના પત્રક મુજબની ચૂંટણી હેઠળની સ્થાનિક સ્વરાજયની
સંસ્થાઓમાં સમાવિષ્ટ વિસ્તાર પુરતુ લાગુ પડશે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં
સુધી અમલમાં રહેશે.











Recent Comments