ભાવનગર

જાહેર મકાન, જમીન, ખાનગી મકાન, દિવાલ વગેરે મિલકતોનો બગાડ થતો અટકાવવા અંગેનું જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું

જે અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજ ભાવનગર જિલ્લા પંચાયત ઉપરાંત
તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર અને જેસરની સામાન્ય
ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે.
ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડૉ.મનીષ કુમાર બંસલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-ર૦ર૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧)
થી મળેલ સત્તાની રૂઇએ ઉક્ત હુકમ ફરમાવ્યો છે.
જેમાં, (૧) સરકારી કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ કે બોર્ડ, નિગમો, સહકારી મંડળીઓ કે સરકારશ્રીનો જેમાં હિસ્સો સમાયેલ હોય
તેવા કોઇપણ મકાનો, ભવનો, કમ્પાઉન્ડ વોલ પર ચૂંટણીલક્ષી કોઇપણ પ્રકારની જાહેરાત કે પ્રચાર-પ્રસાર કરી શકાશે નહીં કે તેવી જમીનમાં
બોર્ડ/હોર્ડીગ્સ મૂકી શકાશે નહી પરંતુ સ્થાનીક સ્વરાજયની સંસ્થાના આ અંગેના નિયમો હોય તો તે નિયમોનું નિયમાનુસાર પાલન કરવાનું રહેશે
અને આ બાબતે પૂર્વ પરવાનગી લેવાની રહેશે.
(ર) જાહેર સ્થળોએ જાહેરાતો પ્રદર્શિત કરવા માટે ખાસ નક્કી કરાયેલ જગ્યા કે જે કોઇ એજન્સીને ભાડે અપાયેલ હોય તેવી જગ્યાએ
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને તે જગ્યાનો ચૂંટણી સબંધી જાહેરાતના ઉપયોગ માટે એકસરખી
તકો રહેશે.
(૩) કોઇપણ રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેઓના કાર્યકરોએ સબંધિત મકાન માલિકોની પરવાનગી લીધા વિના જાહેર તથા ખાનગી
મીલ્કત ઉપર ચૂંટણી લક્ષી પ્રચારપત્રો ચોંડીને, સુત્રો લખીને દિવાલો બગાડવી નહી, માત્ર હંગામી તથા સરળતાથી દૂર કરી શકાય કે હટાવી શકાય
તેવા ધ્વજ, બેનર્સ વિગેરે ”ખાનગી મકાન કે મિલ્કત ઉપર સબંધીત માલિકની લેખિત પરવાનગીથી મૂકી શકાશે.”
(૪) ખાનગી મકાન કે મિલ્કત ઉપર કાયમી કે અર્ધકાયમી બગાડ કરી શકશે નહીં. સબંધિત માલિક પરવાનગી આપે તો પણ કાયમી કે
અર્ધકાયમી બગાડ કરી શકાશે નહીં.
(પ) સબંધીત પક્ષ કે તેનાં ઉમેદવારોએ ખાનગી મકાન કે મિલ્કત ઉપર સબંધીત માલિકની પરવાનગીથી મુકેલ ધ્વજ, બેનર્સ વગેરેની
ચૂંટણી અધિકારીને તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાને મોડામા મોડા ૩-દિવસમાં જાણ કરવાની રહેશે.
(૬) કોઇપણ રાજકીય પક્ષો કે ઉમેદવારોએ કાર્યકરોએ સમર્થકો દ્વારા ધ્વજ, આધારદંડ, બેનર્સ, નોટીસ લગાવવા, સુત્રો લખવા માટે
કોઇ જાહેર મકાન, જમીન, ખાનગી મકાન, દિવાલ, હાઇ-વે અથવા બે માર્ગો ક્રોસ થતા હોય ત્યાં દિશાસુચક સાઇન બોર્ડ, હાઇ-વે પરના માઇલ

સ્ટોન, રેલ્વે ક્રોસીંગ પાસે ચેતવણીના બોર્ડ, રેલ્વે-બસ સ્ટેશન પ્લેટફોર્મના નામ, વોર્ડ અગર જનતાની સગવડ માટે પ્રદર્શિત કરેલ કોઇ નોટીસ બોર્ડ
વગેરે જાહેર અથવા ખાનગી મિલકતોનો બગાડ કરવાનો રહેશે નહી.
(૭) ખાનગી માલિકીની મિલકતો ઉપર સબંધિતોની પરવાનગી વગર માલ મિલકતનો બગાડ કરી શકાશે નહી.
(૮) ખાનગી કે મકાનોની દિવાલો પર સુત્રો લખવા, પોસ્ટર ચોંટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો
ચુસ્તપણે અમલ કરવો.
(૯) એક પક્ષે બહાર પાડેલ ભીંતપત્રો બીજા પક્ષાના કાર્યકરોએ દુર કરવા નહી.
(૧૦) રાજકીયપક્ષે/ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે.
આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા-ર૦ર૩ ની કલમ-રર૩ હેઠળ સજાને
પાત્ર થશે.
આ જાહેરનામું ભાવનગર જિલ્લાની ઉપરના પત્રક મુજબની ચૂંટણી હેઠળની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં સમાવિષ્ટ વિસ્તાર પુરતું
લાગુ પડશે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

Related Posts