અમરેલી

સાવરકુંડલા વિધાનસભામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના રોડ માટે નવા ૩.૫૫ કરોડના કામો મંજુર કરાવતા ધારાસભ્ય કસવાલા

સાવરકુંડલા વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા દ્વારા ગુજરાત સરકારમાં
રજૂઆત કરી સાવરકુંડલા તાલુકાના રામગઢ -જાબાળ રોડના ૧.૨૫ કરોડ નું કામ,નવાગામ- જાંબુડા
રોડ ૮૦ લાખ તેમજ પીયાવા-ખાલપર રોડ નું ૧.૫૦ કરોડ નું કામ કુલ ૩.૫૫ કરોડની રકમ ની
સેધાંતિક મંજુરી તારીખ ૨૪-૩-૨૦૨૬ ના રોજ આપવામાં આવી છે.
જેથી સાવર કુંડલા તાલુકાના રામગઢ -જાબાળ, નવાગામ- જાંબુડા ના ગામ તેમજ પીયાવા-ખાલપર રોડ
બનવાથી સાવરકુંડલા -લીલીયા -ગારીયાધાર તાલુકાના ગામો આ વિકાસ કાર્યોથી ગ્રામ્ય વિસ્તારોમાં
માર્ગોની સુવિધામાં મોટો વધારો થશે.આ ગામોના નાગરિકોને નવીન અને સુવિધાયુક્ત રસ્તાઓની ભેટ
મળશે
શ્રી કસવાલાએ જણાવ્યું હતું કે, આ વિકાસ કાર્યોથી ગ્રામ્ય વિસ્તારના લોકોને અવરજવરની સારી
સુવિધા મળશે અને ખેડૂતોને પણ પોતાના પાકને બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે, જે ગ્રામ્ય
અર્થતંત્રને વેગ આપશે.

આ સાવરકુંડલા તાલુકાના ૫ ગામ ૩.૫૫ કરોડના કામો મંજુર કરવા બદલ ધારાસભ્યશ્રી મહેશભાઈ
કસવાલાએ આ જનહિતના કામોને તાત્કાલિક મંજૂરી આપવા બદલ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts