સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સંકૃતિક રાષ્ટ્રવાદ અને પોતીકી સ્વતંત્ર વિચાર ધારા માટે ૧૯૫૧ માં એક સ્વતંત્ર પક્ષ “જન
સંઘ”ની સ્થાપના થઈ ત્યારબાદ “જનતા પક્ષ” માં વિલીનીકરણ બાદ ૬ એપ્રિલ ૧૯૮૦ મુંબઈના સમુદ્ર કિનારે સમંતા નગરમાં
અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અધિવેશન મળું અને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી, જેના પ્રથમ અધ્યક્ષ
તરીકે વાજપેયીજીએ જવાબદારી સંભાળી.
અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પક્ષના ૪૬માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
હતી, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાવનગર લોકસભાના પૂર્વ સાંસદ આદરણીય રાજેન્દ્રસિંહ રાણાએ ઉપસ્થિત
રહીને ભાજપના સંઘર્ષ નેતાઓના બલિદાન અને લોકસભામાં ૨ બેઠક થી લઈને ૨૮૨ સુધીની સંઘર્ષ ગાથા અને પાર્ટીના સંકૃતિક
રાષ્ટ્રવાદ અંત્યોદય વિચારધારા સહીત છેવાડાના માનવીનું કલ્યાણ કરવાની ભાવનાની વાતો આગવી શૈલીમાં કહી હતી.
ઉજવણીમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ – શુભેચ્છકોએ અનુભવી આગેવાન રાજુભાઈ રાણાની અસ્ખલિત વાણીને વારંવાર તાળીઓ
પડીને દાદ આપી હતી.
ડો. શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દિનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર
જોષીથી લઇ નરેન્દ્રભાઈ મોદી સુધીની પક્ષની સફરને સરળ ભાષામાં સભા સમક્ષ રાખી હતી.
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હીરપરા, અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શરદભાઈ
લાખાણી, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ અને કાર્યક્રમના ઇન્ચાર્જ મનોજભાઈ મહીડા, ઉપપ્રમુખ મેહુલભાઈ ધોરાજીયા, દિલીપભાઈ
જોષી, જીલ્લા ભાજપના મંત્રી પ્રવિણભાઈ સાવજ, રંજનબેન ડાભી, ક્રિશ્નાબેન મકવાણા, કોષાધ્યક્ષ મહેશ જાવિયા, જીલ્લા યુવા
મોરચાના પ્રમુખ ચેતન ધાનાણી, જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ અલ્કાબેન ગોંડલિયા, જીલ્લા કિસાન મોરચાના પ્રમુખ મુકેશ
ખોખરીયા, જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સગર સરવૈયા, જીલ્લા અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ સંદીપ સોલંકી, પૂર્વ
ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, જીલ્લા ભાજપના આગેવાનો ભુપેન્દ્રભાઈ બસીયા, ભાવનાબેન ગોંડલિયા, પુનાભાઈ ગજેરા,
જીતુભાઈ ડેર, મુકુન્દભાઈ મહેતા, રેખાબેન માવદીયા, કાળુભાઈ ફીંડોળીયા, ખોડાભાઈ ભુવા, રવુભાઇ ખુમાણ, અરવિંદભાઈ
ચાવડા, કિશોરભાઈ રેણુકા, પ્રકાશભાઈ કારિયા, કેતનભાઈ ઢાંકેચા, ભયલુભાઈ વાળા, ચિરાગ ચાવડા, દીલાભાઈ વાળા ઉપરાંત
જીલ્લાના બધા મંડળોના પ્રમુખો/ મહામંત્રીઓ તેમજ તેમની ટીમ સહીત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર
કાર્યક્રમનું સુચારુ સંચાલન દિવ્યેશ વેકરીયાએ કર્યું હતું તેમ જીલ્લા ભાજપ મીડિયા સેલના કન્વીનર વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.
અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ઉજવાયો















Recent Comments