સૂરોની આ સફર આજે
વિરામી ગઈ છે દુનિયામાં,
ગુંજશે બસ હવે આશા,
આપની યાદ પલકોમાં.
ગયું એ મૌન થઈ મોજું,
જે ગમગીની દઈ ચાલ્યું,
સદાય જીવંત રહેશે એ યાદ
લાખોના દિલના ધબકારોમાં.
–“પાંધી સર”
ભારતીય સંગીત જગતનો એક ઝળહળતો સિતારો આજે અસ્ત થયો છે. વિશ્વવિખ્યાત ગાયિકા આશા ભોંસલેનું ૯૨ વર્ષની જૈફ વયે મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં નિધન થયું છે. ગઈકાલે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યા બાદ દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ લાંબા સમયથી ફેફસાંની બીમારી અને ઉંમર સંબંધી તકલીફોથી ઝઝૂમી રહ્યા હતા. મહારાષ્ટ્રના સંસ્કૃતિ મંત્રી આશિષ શેલારે જણાવ્યું છે કે, તેમના અંતિમ સંસ્કાર ૧૩ એપ્રિલના રોજ સાંજે ૪:૦૦ કલાકે મુંબઈના શિવાજીપાર્ક ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.
આશાજીના નિધનના સમાચાર આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડીજીટલ ન્યૂઝ પર પ્રસારિત થતા જ સાવરકુંડલા શહેર અને પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે. સિતેર વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન હજારો ફિલ્મી ગીતો અને ભક્તિગીતો દ્વારા લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર આ ગાયિકાના અનેક ચાહકો સાવરકુંડલામાં છે.
આ સમાચાર મળતા જ સાવરકુંડલાના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોએ ઊંડા આઘાતની લાગણી વ્યક્ત કરી છે. જેમાં:
હરેશભાઈ મહેતા (પ્રમુખ, શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર)
ભરતભાઈ જોષી અને ગીતાબેન જોષી
ડો. પ્રકાશ કટારીયા (મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ)
પૂ. ભક્તિરામબાપુ (માનવમંદિર)
મુકુંદભાઈ નાગ્રેચા (નૂતન કેળવણી મંડળ)
દીપકભાઈ શેઠ અને વિનુભાઈ રાવળ
બિપીનભાઈ પાંધી, કેયૂરભાઈ વ્યાસ પ્રિયંકભાઈ પાંધી (આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડીજીટલ ન્યૂઝ),
હર્ષદભાઈ જોશી અને રમેશભાઈ હીરાણી, સંજયભાઈ મહેતા સમેત
તમામ મહાનુભાવોએ આશાજીના પ્રદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
















Recent Comments