અમરેલી

“સંવિધાન નું આચરણ જ રાષ્ટ્ર ની સૌથી મોટી સેવા ના સંદેશ સાથે” ડો બાબા સાહેબ ની ૧૩૫ મી જન્મ જ્યંતી એ રક્તદાન કેમ્પ યોજી ઉજવણી

દામનગર શહેર ના ડો આંબેડકર હોલ ખાતે બંધારણ ના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૩૫ મી જન્મ જ્યંતી એ રક્તદાન કેમ્પ સાથે સુંદર આયોજન કરાયું હતું ખૂબ મોટી સંખ્યા માં યુવાનો અને મહિલા ઓએ ઉત્સાહ ભેર રક્તદાન કરી ડો બાબા સાહેબ આંબેડકર ના જીવન કવન ને યાદ કરતા હદયસ્પર્શી સંદેશ આપતા જણાવ્યું હતું કે સંવિધાન નું આચરણ જ સૌથી મોટી રાષ્ટ્ર ભક્તિ છે વર્તમાન માં ઉન્નત મસ્તક અધિકાર અપાવનાર ડો બાબા સાહેબ ની ૧૩૫ મી જન્મ જ્યંતી એ ભીમરાવ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પહાર અર્પણ કરી સ્મૃતિ વંદના કરાયા બાદ ડો બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે રક્તદાન કેમ્પ કેમ્પ નો પ્રારંભ પૂર્વ પાલિકા પ્રમુખ ગોબરભાઈ કોશિકભાઈ બોરીચા મુકેશભાઈ ચૌહાણ પ્રકાશભાઈ તજા જીતુભાઇ નારોલા મંજુલાબેન જયપાલ મનીષાબેન રાઠોડ બાબુભાઇ રાઠોડ સહિત ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં કરાયો હતો સામાજિક સંવાદિતા વચ્ચે દરેક સમાજ ના અગ્રણી ઓ યુવાનો એ ઉત્સાહ ભેર ડો બાબા સાહેબ ની ૧૩૫ જન્મ જ્યંતી માં ભાગ લીધો હતો 

Related Posts