અમરેલી

“સામાજિક સંવાદિતા ના દર્શન” લાઠી ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૩૫ મી જન્મ જ્યંતી એ ધ્યાનાકર્ષક રેલી શહેર ના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરી

લાઠી શહેર માં ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૩૫ મી જન્મ જ્યંતી એ ભવ્ય રેલી યોજાય સામાજિક સંવાદિતા ના દર્શનીય નજરા સાથે બંધારણ ના ઘડવૈયા ઉન્નત મસ્તક અધિકાર અપાવીજનાર મહા માનવ ની ૧૩૫ મી જન્મ જ્યંતી ની અદમ્ય ઉત્સાહ સાથે રગારંગ ઉજવાય લાઠી શહેર ના લુવરિયા દરવાજા થી પ્રસ્થાન થયેલ રેલી ડો બાબા સાહેબ અમર રહો ના ગગન ભેદી નારા સાથે મહાવીર નગર સુધી પહોંચી હતી લાઠી શહેર માં આરોગ્ય ધામ લાલજી દાદા ના વડલા પરિસર પાસે પહોંચતા જ સમગ્ર સંતોક.બા. મેડિકલ સેન્ટર ટ્રસ્ટી સ્વંયમ સેવકો દ્વારા ઉષ્મા ભર્યો સત્કાર ડો બાબા સાહેબ ની રેલી માં જોડાયેલ સૌ કોઈ ને ઉનાળા નું અમૃત ગણાતી શીતળ છાસ અપાઈ ભવ્ય સત્કાર સાથે રેલી નું ઠેર ઠેર સ્વાગત સત્કાર સામૈયા કરાય રહ્યા હતા ડો બાબા સાહેબ ના જીવન કવન ને તાદ્રશ્ય કરતા વક્તવ્ય માં સુંદર સંદેશ આપતા અગ્રણી નાના બાળકો મહિલા સહિત યુવાનો અદમ્ય ઉત્સાહ સાથે રેલી માં જોડાયા હતા શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ભવ્ય ધ્યાનાકર્ષક રીતે ડો બાબા સાહેબ અમર રહો ના નારા સાથે રેલી યોજાય હતી 

Related Posts