અમરેલી લોકસભા મતવિસ્તારના નાગરિકોની સુવિધા અને તેમના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે આજરોજ અમરેલીના જુના માર્કેટ યાર્ડ ખાતે સાંસદશ્રીના નવા સમર્પણ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમર્પણ કાર્યાલયનું લોકાર્પણ ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્મા અને રાજ્યના ઉર્જા પ્રધાનશ્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી જિલ્લા પ્રભારી અભયસિંહ ચૌહાણ,લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી, જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઈ ભૂતૈયા, જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ માંજરીયા, ભાજપ મહામંત્રી ચેતનભાઇ શિયાળ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, “અમારી સરકાર અને સંગઠન હંમેશા પ્રજાની વચ્ચે રહીને કામ કરવામાં માને છે. આ નવું સમર્પણ કાર્યાલય અમરેલીની જનતા માટે સેવાનું એક નવું કેન્દ્ર બની રહેશે, જ્યાં છેવાડાના માનવીનો અવાજ સાંભળવામાં આવશે.” ઉર્જા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાએ ઉમેર્યું હતું કે, “લોકોને પોતાની રજૂઆતો માટે ગાંધીનગર કે દિલ્હી સુધી ધક્કા ન ખાવા પડે અને સ્થાનિક કક્ષાએ જ તેમના વહીવટી કાર્યો સરળતાથી થાય તે હેતુથી આ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે.” આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી લોકસભાના સાંસદના સમર્પણ કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા માનનીય પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ઉર્જા પ્રધાન કૌશિકભાઇ વેકરીયા
















Recent Comments