ભાવનગર

જય જનની વિદ્યા સંકુલ બપાડાના વિધાર્થીઓએ ગોપનાથના દરિયા કિનારાની સાફ સફાઈ કરી 

જય જનની વિદ્યા સંકુલ બપાડાના બાળકોએ આજે ગોપનાથ ખાતે દરિયાની કંકુ ચોખા પુષ્પો તેમજ આરતી દ્વારા પૂજા અર્ચના કરી તેમજ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. તેમજ વેદમાં દરિયા ને દેવ ગણવામાં આવ્યો છે એ પંક્તિ ને ચરિતાર્થ કરી.

તેમજ આજે દરિયા કિનારે બાળકો એ સફાઈ કરી લોકોને ધાર્મિક સ્થળો પર સ્વછતા રાખવા સંદેશ આપીને અપીલ કરવામાં આવી હતી. આપણે કોઈપણ સ્થળે ફરવા માટે જઈએ ત્યારે ત્યાં કચરો પ્લાસ્ટિક કે નાસ્તાના પેકેટ ન ફેકવા જોઈએ તેવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Related Posts