ભાવનગર

ભાવનગર જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ તા. ૩૦ એપ્રિલના રોજ યોજાશે

ભાવનગર જિલ્લા કક્ષાનો એપ્રિલ 2026 નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૩૦/૦૪/૨૦૨૬
(ગુરૂવાર) ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે.
આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની
અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર
પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો
માટેની અરજી તા.૨૦/૦૪/૨૦૨૬ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.

Related Posts