ભાવનગર

પાલિતાણામાં તા.૧૭/૦૪/૨૦૨૬ થી તા.૧૬/૦૫/૨૦૨૬ સુધી ડોળી લેબર યુનિયન ગ્રામ્ય-સીટી સિવાય અન્ય કોઈ દ્વારા ગિરિરાજ ઉપર જતી ડોળીઓની નોંધણી કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

પાલીતાણા ડોળી એસોસીએશનના સુગમ અન સુદ્રઢ સુચાલન માટે સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી,
પાલીતાણાની અધ્યક્ષતામાં તા.૨૬/૧૨/૨૦૨૫ના રોજ યોજાયેલ બેઠકમાં ગિરિરાજ પર બહોળા પ્રમાણમાં યાત્રિકો
આવતા હોઈ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણી તેમજ યાત્રિકોની સુવિધા, સુરક્ષા, સલામતી અને સગવડ
ધ્યાને લેતા ગિરિરાજ ઉપર જતી ડોળીઓની એક જ સ્થળેથી નોંધણી થાય તે ઉચિત જણાતુ હોઈ, ડોળી લેબર
યુનિયન ગ્રામ્ય-સીટી પાલીતાણાએ મજૂર સંઘોના નાયબ નોંધણી અધિકારી અને નાયબ શ્રમ આયુક્તશ્રીની કચેરી,
રાજકોટ ખાતે નોંધાયેલ યુનિયન હોઈ તેમજ ડોળી સુચાલન સમિતિના સભ્યશ્રી પણ હોઈ, જેથી ગિરિરાજ ઉપર જતી
ડોળીઓ, ડોળી ઉપાડનારા તથા યાત્રિકોનું વિનામૂલ્યે રજીસ્ટ્રેશન આ યુનિયન મારફત થાય તેમજ ડોળી મારફત
ગિરિરાજ ઉપર જતા તમામ યાત્રિકોની સુરક્ષા અને સલામતીની જવાબદારી આ યુનિયનની રહેશે. તેમજ ભવિષ્યમાં
સરકાર માન્ય એનજીઓ/ટ્રસ્ટ/અન્ય કોઈ ડોળી યુનિયન દ્વારા આવી કોઇ માંગણી થયેથી ડોળી સુ ચાલન સમિતિ
દ્વારા વિચારણા કરી નિર્ણય લેવા ઠરાવેલ છે.
આ અંગે પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરના તા.૨૪/૩/૨૦૨૬ના પત્રથી રજૂ થયેલ દરખાસ્ત અનુસાર તેમજ
સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, પાલીતાણાના તા.૦૮/૦૪/૨૦૨૬ના પત્ર નં.એમ.એ.જી./ડોળી એસો./જાહેરનામુ/૨૬થી
પાલીતાણા ખાતે ગિરિરાજ ઉપર જતી ડોળીઓ, ડોળી ઉપાડનારા તથા યાત્રિકોની નોંધણી ડોળી લેબર યુનિયન
ગ્રામ્ય-સીટી સિવાય અન્ય કોઈ દ્વારા ન થાય તેમજ ભવિષ્યમાં સરકાર માન્ય એનજીઓ/ટ્રસ્ટ/અન્ય કોઈ ડોળી
યુનિયન દ્વારા આવી કોઇ માંગણી થયેથી ડોળી સુચાલન સમિતિ દ્વારા વિચારણા કરી નિર્ણય લેવામાં આવે તે અંગેનું
જાહેરનામું પ્રસિધ્ધ કરવા અભિપ્રાય સહ અહેવાલ રજૂ થયેલ છે. જે મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવું જરૂરી જણાય છે.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(કક) હેઠળ મળેલ સત્તાની રૂએ, શ્રી એન. ડી. ગોવાણી
(જી.એ.એસ.), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા તા.૧૭/૦૪/૨૦૨૬ થી તા.૧૬/૦૫/૨૦૨૬ સુધી ડોળી
લેબર યુનિયન ગ્રામ્ય-સીટી સિવાય અન્ય કોઈ દ્વારા ગિરિરાજ ઉપર જતી ડોળીઓની નોંધણી કરવા પર પ્રતિબંધ
ફરમાવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા
થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલ ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઇપણ હેડકોન્સ્ટેબલથી
ઉતરતા દરજ્જાના ન હોય તેવા અધિકારીને અધિકાર રહેશે.

Related Posts