સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને વિદ્વાન વક્તા ગૌતમભાઈ
ગેડિયાએ અમરેલી જિલ્લાનો પ્રવાસ કર્યો અને ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કર્યો.
શ્રી ગેડિયાએ ગતરોજ કુકાવાવ ખાતે જિલ્લા પંચાયતના ઉમેદવારો કુકાવાવ બેઠકના કમલેશભાઈ ચૌહાણ, દેવગામ
બેઠકના ગાયત્રીબેન સંજયભાઈ વાળા, વડીયા બેઠકના પારૂલબેન ચેતનભાઇ દાફડા તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારોના
સમર્થનમાં સભા ગજવી હતી.
બીજી બેઠક બગસરા ખાતે નગરપાલિકાના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભા સંબોધી હતી.
બપોર બાદ સાવરકુંડલા ખાતે રામાપીરના મંદિરે મીટીંગ તેમજ સાવર વિસ્તારમાં ગોવિંદરામબાપુના નિવાસસ્થાને
કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.
બપોર બાદ જાફરાબાદ ના ટીંબી ખાતે પ્રબોધ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલી અગણિત કામગીરી
તેમજ લોકલક્ષી સેવાઓની જાણકારી આપી હતી.
આ પ્રવાસમાં જિલ્લા ભાજપના પ્રભારી અભયસિંહ ચૌહાણ, ધારી બગસરા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યો જેવી
કાકડીયા, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને રૂટ ઇન્ચાર્જ મનોજભાઈ મહિડા, રમાબેન હીરપરા, જિલ્લા ભાજપના મહામંત્રી
ચેતનભાઈ શિયાળ, મંત્રી પી.વી. વસાણી, પ્રવીણભાઈ સાવજ, જીગ્નેશભાઈ પટેલ, સાગરભાઈ સરવૈયા તેમજ જિલ્લાના વિવિધ
મંડળોના આગેવાનો ગોપાલભાઈ અંટાળા, વિપુલ વસાણી, રશ્મિનભાઈ ડોડીયા, અનિલભાઈ વેકરીયા, એવી રીબડીયા,
રાજુભાઈ ગીડા, ધીરુભાઈ કોટડીયા, ઘનશ્યામભાઈ સાદરાણી, પ્રદીપભાઈ ભાખર, હિંમતભાઈ દોંગા, પ્રકાશભાઈ કારીયા,
કેશુભાઈ વાઘેલા, અરવિંદ મેવાડા, કુલદીપભાઈ વરુ વગેરે આગેવાનો જોડાયા હતા. ગૌતમભાઈએ પોતાની આગવી શૈલીમાં જિલ્લા
પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના ભાજપના ઉમેદવારોને મત આપવા અપીલ કરી હતી.
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાએ અમરેલી જિલ્લામાં સભાઓ ગજવી

















Recent Comments