ગુજરાત

મુખ્યમંત્રી પોતાના પરિવારજનો સાથે શીલજના મતદાન કર્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે રવિવાર, તારીખ ૨૬ એપ્રિલ ના રોજ યોજાયેલા મતદાનમાં અમદાવાદ ના શીલજ ખાતેની પ્રાથમિક શાળાના મતદાન મથકેથી પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો

મુખ્યમંત્રીશ્રી પોતાના પરિવારજનો સાથે શીલજ ના આ મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું

તેમણે રાજ્યના સૌ મતદારોને લોકશાહીના પર્વ સમાન ચૂંટણીઓમાં મતદાન ની પવિત્ર ફરજ અદા કરીને નાગરિક કર્તવ્ય નિભાવવાનો અનુરોધ પણ કર્યો હતો

Related Posts