ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજરોજ અમરેલી જિલ્લામાં સવારે ૭ વાગ્યાથી લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. જિલ્લામાં કુલ ૦૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે મતદાન શરૂ છે.
અમરેલીના જાળીયા મુકામે લોકશાહી પર્વની ઉજવણીમાં યુવા, મહિલા અને વરિષ્ઠ નાગરિકો ઉત્સાહભેર સહભાગી બન્યા છે. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકો ખાતે મતદારો માટે પીવાના પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા આગળ ધપી રહી છે.
લોકશાહીના પાયા સમાન સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને વધુ મજબૂત બનાવવા માટે નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તે આવશ્યક છે. જાળીયા મુકામે વધુમાં વધુ પ્રમાણમાં મહિલાઓ તમામ પ્રકારના કામ પડતાં મુકીને મતદાન કરવા પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.


















Recent Comments