રાજયનાં ખેડૂતોને પાક રક્ષણ હેતુ ‘તાર ફેન્સીંગ સહાય યોજના‘ અંતર્ગત ખેડૂતોને નાણાકીય સહાય માટેની અરજીઓ માટે ૨૭.૦૩.૨૦૨૬ થી તા.૨૬.૦૪.૨૦૨૬ (દિન – ૩૦) સુધી ઓનલાઈન અરજીએ કરવા માટે આઇ.ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે વ્યક્તિગત ખેડૂત અથવા ખેડૂત જુથ લીડર દ્વારા અરજી કર્યા બાદ દિન-૧૦માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનિક પુરાવા સાથે ખેડૂત/ખેડૂતોએ જિલ્લા કચેરી સુધી આવવું ન પડે અને અગવડતા ઊભી ન થાય તે બાબતને ધ્યાને લઈ હિતાર્થએ આ અરજદારોએ પોતાની અરજી સાથેના જરૂરી સાધનીક કાગળો સંબંધિત તાલુકાકક્ષાએ જ ખેતીવાડી શાખામાં વિસ્તરણ અધિકારી(ખેતી)શ્રી, સંબંધિત ગ્રામસેવકશ્રી(ખેતી)ને ચોક્સાઈ પુર્વક ખરાઈ કરાવી તારીખ ૦૭.૦૫.૨૦૨૬ સુધીમાં ફરજિયાત રજૂ કરવાના રહેશે.
નિયત સમયમર્યાદામાં અરજીઓ સાથે સાધનિક કાગળો રજુ કરવામાં આવશે નહિ. તે તમામ અરજીઓને દફ્તરે(ફાઇલે) કરવામાં આવશે.
તાર ફેન્સિંગ યોજનાની સહાય માટે અરજી કરનારા તમામ અરજદારોએ (૧)ઓનલાઈન અરજીની પ્રિન્ટ લઈ ખેડુત/જૂથ લીડરની સહીવાળી નકલ (૨) સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક (૮-અમાં એક્થી વધારે ખેડૂત હોય તેવા કિસ્સામાં ફરજીયાત (૩) ૭/૧૨, ૮-અની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ (૪) અધત્તન બેન્ક પાસબુકની નકલ – IFSC Code દેખાય અને સ્વચ્છ અક્ષરમાં ખાતા નંબર અને નામ વંચાય તેવી ઝેરોક્ષ (૫) આધારકાર્ડની નકલ (૬) ડીમાર્કેશન વાળો નકશો (અરજીમાં સમાવિષ્ટ સર્વે નંબરનો DLR કચેરીનો અધિકૃત સહી-સિકકા વાળો ડીમાર્કશન કરેલ નકશો ફરજિયાત જોડવાનો રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એ એક યાદીમાં જણાવ્યું છે.















Recent Comments