મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી આઇ.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસતા ફરતા અને જેના પર ઇનામ
જાહેર કરેલ હોય તેવા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય
જેથી મ્હે. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ નાઓ દ્વારા ગુન્હો આચરી અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ
જેના પર ઇનામ જાહેર કરેલ હોય તેવા આરોપીને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબ
રાજુલાા વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ,
રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબ નાઓની રાહબારી હેઠળ રાજુલા પો.સ્ટે ની સર્વેલન્સ ટીમને ખાસ સુચન આપેલ
અને લાંબા સમયથી નાસતા ફરતા અને ઇનામી આરોપીની તપાસ કરી અને શોધી કાઢવા સુચન કરેલ
જે અન્વયે રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૫૫૫/૨૦૨૧ આઇ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબ ગુન્હો જેમા
ભોગબનનાર નુ અપરહણ કરી અને આરોપી ચેતનભાઇ સામંતભાઇ ચૌહાણ રહે.-ચાંચ બંદર તા.રાજુલા વાળો છેલ્લા ૦૬ વર્ષથી નાસતો ફરતો લીસ્ટેડ
અને નામદારા કોર્ટમાથી ઉપરોકત આરોપીનુ સી.આર.પી.સી. ની કલમ ૭૦ મુજબનુ નાસતા ફરતાનુ પકડ વોરંટ હોય તેમજ મ્હે.પોલીસ અધિક્ષક
સાહેબશ્રી દ્વારા ઇનામી જાહેર કરેલ અને જેને રાજુલા પો.સ્ટે. ની સર્વેલન્સટ ટીમ દ્વારા સિહોર જી.ભાવનગર ખાતેથી ઝડપી પાડી અને ભોગબનનાર
ને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ
કરેલ તપાસની વિગત
રાજુલા પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબ નાઓ દ્વારા ઉપરોકત ગુન્હાને ધ્યાને લઇ અને આરોપી ૦૬ વર્ષથી નાસતો ફરતો હોય અને
આરોપીની તપાસ કરતા રાજુલા પો.સ્ટે. ની સર્વેલન્સ ટીમને ઉપરોકત આરોપીનુ ખાનગી સોર્સીસ આધારે એક શંકાસ્પદ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. મળેલ જે
આઇ.ડી. ની તપાસ કરતા શંકાસ્પદ મોબાઇલ નંબર મળેલ અને સદરહુ મોબાઇલ નંબરનુ ટેકનીકલ અનાલીસીસ કરેલ અને આરોપીનો ચોક્કસ મોબાઇલ
નંબર મેળવેલ અને જેનુ એનાલીસીસ કરતા આરોપીની માહીતી મેળવેલ જેના આધારે આરોપી ભાવનગર શહેરમા રહેતો હોય અને કડીયા કામ કરતો
હોય અને ગુન્હો આચરી અને નાસી ગયા બાદ તેના પરીવાર તથા સંગાસંબધીનો સપર્ક કરેલ ન હોય જેથી સદરહુ માહીતી આધારે જેથી ચોકસ
લોકેશન તથા સરનામા આધારે સર્વેલન્સ ટીમ દ્વારા સિહોર જી.ભાવનગર ખાતે થી ઝડપી પાડી અને ભોગબનનાર ને શોધી
કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ
નાસતા-ફરતા આરોપીની વિગત
(૧) ચેતનભાઇ સામંતભાઇ ચૌહાણ રહે.ચાચ બંદર તા.રાજુલા જી.અમરેલી
નાસતા ફરતા આરોપી ઉપર લાગેલ ઇનામની રકમ – રૂ.૧૦,૦૦૦ /-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ મધુભાઇ
નથુભાઇ પોપટ તથા એ.એસ.આઇ. બહાદુરભાઇ દાનાભાઇ વાળા તથા હે.કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહીલ તથા હે.કોન્સ હરેશભાઇ
ભાયાભાઇ વાળા તથા હેઙ.કોન્સ મનુભાઇ રામભાઇ માંગાણી તથા હેડ.કોન્સ સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર દ્વારા કરવામાં આવેલ છે
છેલ્લા છ વર્ષથી અપહરણના ગુનામા નાસતા ફરતા તથા ઇનામી જાહેર થયેલ આરોપીને ભોગબનનાર સાથે શોધી કાઢતી રાજુલા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ
















Recent Comments