અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ

પાલિકા પંચાયતોમાં હોદેદારોની ટૂંક સમયમાં થશે નિમણૂંક

તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં સર્વત્ર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે ત્યારે અમરેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓના હોદ્દેદારોની પસંદગી કરવા માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી.
પસંદગી પ્રક્રિયા માટે પ્રદેશ ભાજપનાં આગેવાનો સર્વ શ્રી મયંકભાઈ નાયક (સાંસદ રાજ્યસભા), વિજયભાઈ પુરોહિત તથા જીજ્ઞાબેન પંડ્યાએ નિર્ધારિત કરેલ સમય મુજબ આખો દિવસ કાર્યાલય પર બેસી અપેક્ષિત કાર્યકરો, આગેવાનો તેમજ ચૂંટાયેલા ઉમેદવારોને સાંભળ્યા હતાં. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીનાં માર્ગદર્શનમાં તેમજ મહામંત્રીઓ મયુરભાઈ માંજરીયા, રાજુભાઈ ભુતૈયા, ચેતનભાઈ શિયાળ દ્વારા કરાયેલ આયોજનમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, દંડક તેમજ શાસક પક્ષના નેતાની નિમણૂંક કરવા માટે પ્રદેશ ભાજપની સૂચના અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ મીડિયા ઈન્ચાર્જ વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.

Related Posts