અમરેલી

વતનપ્રેમી દાતા રત્ન કાત્રોડીયા દંપતી એ શહેર ની તમામ આંગણવાડી ઓના બાળકો ને અલ્પહાર ની ઉદારતા

દામનગર ના ધ્રુફણીયા ના હાલ સુરત સ્થિત વતન પ્રેમી દાતા દંપતી ચેતનાબેન કાળુભાઈ કાત્રોડીયા એ દામનગર શહેર ની તમામ આંગણવાડી કેન્દ્ર ના બાળકો પ્રત્યે ઉદારતા ગરમાં ગરમ અલ્પહાર ની સુંદર સેવા આપી શહેર ની તમામ આંગણવાડી કેન્દ્રો માં પૂરતા પ્રમાણ માં અલ્પહાર બનાવી ને અર્પણ કરાયો હતો અત્રે ઉલ્લેખનીય દામનગર શહેર માં શ્રી વેજનાથ મહાદેવ અન્ન ક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત નિઃશુલ્ક પ્રસાદ ઘર ને પણ વાત્સલ્ય મૂર્તિ માતૃશ્રી આસો રાધાબેન તુલશીભાઈ કાત્રોડીયા ના નામે રૂપિયા ૧.૧૧૧૧૧ અક્ષય પાત્ર અન્ન દાન અભિયાન અવિરત રાખવા ખૂબ મોટી સહાય કરી હતી વ્યક્તિ ગમે એટલો વિકસે વિસ્તરે પણ એ વતન ને ક્યારેય વિસરી શકે નહીં અન્નદાન ક્ષેત્રે ઉદારતા બદલ સમગ્ર પંથક માં નાની મોટી આર્થિક મદદ કરતા ઉદારદિલ દાતા રત્ન કાત્રોડીયા દંપતી પ્રત્યે આભાર વ્યક્ત કરતા સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક ધાર્મિક ક્ષેત્ર ના અગ્રણી ઓએ ઉદારદિલ દાતા ની સેવા ની સરાહના કરી ખુશી વ્યક્ત કરી હતી 

Related Posts