અમરેલી

સ્ત્રીધન પર તરાપ? સોનું એ માત્ર દાગીના નહીં, ભારતની આર્થિક સુરક્ષાનું અચલ કવચ છે

કાગળના આ ટુકડાઓ તો                      પલભરમાં પીગળી જશે,

સાચું જે જીવનરક્ષક છે, 

એ સોનું જ કામ આવશે.

​પશુધન અને પરસેવો જ 

તારશે આ વિશાળ દેશને,

નહીંતર આ ડિજિટલ દુનિયામાં                       હશે એ બધું સમુળગું હોમાઈ જશે.

–“પાંધી સર”

વર્તમાન સમયમાં જ્યારે પેપર અને ડિજિટલ કરન્સીના ચલણ વચ્ચે આર્થિક અસ્થિરતાના વાદળો ઘેરાઈ રહ્યા છે, ત્યારે ભારતીય સંસ્કૃતિમાં ‘સોના’ના મહત્વને નવેસરથી સમજવાની જરૂર ઊભી થઈ છે. સોનું એ માત્ર દેખાડો કે અલંકાર નથી, પણ આપણા વડવાઓએ સ્થાપેલી એક મજબૂત આર્થિક સુરક્ષાની વ્યવસ્થા છે. જે રીતે શરીરમાં શ્વેત કણો રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે, તેવી જ રીતે સોનું દેશ અને સમાજને આર્થિક કંગાળિયત સામે રક્ષણ આપે છે. 

​માત્ર ડિગ્રીઓ મેળવવાથી અર્થતંત્ર સમજાતું નથી; તેના માટે પાયાનું અર્થશાસ્ત્ર આત્મસાત કરવું પડે છે. પેપર કરન્સી ગમે ત્યારે ‘ઓગળી’ શકે છે કે ‘અલોપ’ થઈ શકે છે, જે પ્રજાને પાયમાલ કરી શકે. તેની સામે *સોનું એ એક એવી અચલ કરન્સી છે જે મુશ્કેલીના સમયમાં વ્યક્તિ અને દેશને બેઠા રાખવાની ક્ષમતા ધરાવે છે.* શંકર ચૌધરી સાહેબના મોડેલને અનુસરીને, પશુધન અને પ્રાકૃતિક સંસાધનોના આધારે આર્થિક ઉન્નતિ સાધવી એ સમયની માંગ છે.

​ભારત પાસે ‘પશુધન’ અને ‘સૂર્યશક્તિ’નો અખૂટ ભંડાર છે. રાંધણ ગેસ જેવી આયાતી વસ્તુઓ પરની નિર્ભરતા ઘટાડી, છાણ અને ગોબર ગેસ જેવા સ્થાનિક ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો જોઈએ. જો દોઢ અબજ ભારતીયો ‘સુંડલા ભરીને સોનું’ ખરીદવાની અને પોતાની માટી સાથે જોડાયેલી આર્થિક પરંપરાઓને જાળવવાની શક્તિ કેળવશે, તો જ ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર બની શકશે. અન્યથા, આર્થિક ગુલામીની ગર્તામાં ધકેલાતા વાર નહીં લાગે.

Related Posts