કેન્દ્ર સરકારે ખરીદ મોસમાં થનારા પાકોના લઘુતમ ટેકાના ભાવમાં માતબર વધારાની જાહેરાત કરી છે, અલગ-અલગ ૧૫ જેટલી
ખેત ઉપજના ભાવોમાં મોટો વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, આ ભાવ વધારા પાછળ મૂળભૂત ઉદેશખેત પેદાશમાં ખેડૂતો વિવિધતા
લાવેતે જોવાનો છે.
ખેતીપ્રધાન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મૃદુ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
તેમજ કૃષિમંત્રી જીતુભાઈ વાઘણીના નેતૃત્વમાં રાજ્યમાં ખુબમોટા પ્રમાણમાં ખેત જણસોની ટેકાના ભાવે ખરીદી થઇ રહી છે, ખુલ્લી બજારમાં
ઓછો ભાવ હોય ત્યારે ખેડૂતોની મહેનતનું યોગ્ય વળતર મળે તે હેતુસ કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન સરકાર સતત ખેડૂતોની ચિંતા કરતા
વિવિધ પાકોમાં જરૂરી ભાવ વધારો આપી રહી છે.
કેન્દ્ર સરકારની આર્થીક બાબતોને લગતી કમિટીને ખરીફ પાકની વાવણીનીશરૂઆત થાય તે પહેલા કપાસના ટેકાના ભાવમાં રૂ.
૫૫૭ નો વધારો કરીને ટેકાના નવા ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. ૮૨૬૮ જાહેર કર્યા છે, કિસાનોને મગમાં સૌથી વધુ ૬૧%, બાજરામાં ૫૬%, તુવેર
દાળમાં ૫૪% જેવું માર્જીન મળશે, આ ઉપરાંતના પાકોમાં ઉત્પાદનની કિંમત કરતા ૫૦% વધુ ઉચ્ચાભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી
છે.
દેશભરના ખેડૂતોના હિતમાં ટેકાના ભાવમાં કરવામાં આવેલ વધારાના નિર્ણયને આવકારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાને અમરેલી
જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, મહામંત્રીઓ મયુર માંજરીયા, રાજુ ભૂતૈયા, ચેતન શિયાળએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે તેમ જીલ્લા
ભાજપના મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.
ખરીદ પાકોના ટેકાના ભાવમાં વધારો કરતા સરકારને અભિનંદન પાઠવતું અમરેલી જીલ્લા ભાજપ










Recent Comments