અમરેલી

અમરેલી કલેક્ટર કચેરી કેમ્પસ તથા તેની આજુબાજુ ૫૦ મીટર ત્રિજ્યામાં ધરણા કાર્યક્રમ, સભા પર પ્રતિબંધ

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમરેલી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરી અમરેલી કેમ્પસ તથા તેની આજુબાજુ ૫૦ મીટર ત્રિજ્યામાં ઉપવાસ, ધરણા કાર્યક્રમ, સભા પર પ્રતિબંધ રહેશે. તેમજ જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સૂત્રો પોકારવા નહીં અને અફવાઓ ફેલાવવી નહીં. કોઈપણ વ્યક્તિએ લાઠી કે, ઈજા થાય તેવા હથિયાર સાથે રાખીને પ્રવેશ કરવો નહીં. કોઈપણ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થ અથવા માનવ શરીરને નુકશાન થાય તેવા ઝેરી પદાર્થ સાથે રાખવા નહીં. આ હુકમ તા. ૦૩.૦૭.૨૦૨૬ સુધી અમલી રહેશે. હુકમના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related Posts