નથી જો આંખ તો શું,
દ્રષ્ટિમાં નવીન એક આશા છે,
હવે આ ‘પરમ’ લેબથી, ઉકલતી વિજ્ઞાનની અનુપમ ભાષા છે.
તમન્ના હોય દિલમાં તો અંધારા
પણ બરાબર ઉજાસે છે,
કમ્પ્યુટરની કી-બોર્ડ પર હવે કિરણોનો વાસો છે.
–“પાંધી સર”
ગત તારીખ ૦૫/૦૫/૨૦૨૬ ના રોજ સાવરકુંડલા તાલુકાના થોરડી મુકામે આવેલ શ્રી નિવાસી અંધ વિદ્યાલય તથા લોક વિદ્યા મંદિર-થોરડી ખાતે એક ગૌરવપૂર્ણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. જેમાં APM ટર્મિનલ – પીપાવાવના ઉમદા આર્થિક અનુદાન દ્વારા નવનિર્મિત અદ્યતન ‘પરમ’ કોમ્પ્યુટર લેબનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે APM ટર્મિનલના ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષણ જગતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં MD શ્રી થોમસ સર, શ્રી ક્લિન્ટ સર, શ્રી ગીરીશ અગ્રવાલ સર, શ્રી કર્નલ સર, શ્રી ગુપ્તા સર તેમજ શ્રી પરેશભાઈ જોષીની પ્રેરક હાજરી રહી હતી. આ ઉપરાંત નેશનલ એસોસિએશન ફોર બ્લાઈન્ડ (NAB) ગુજરાતના સેક્રેટરી શ્રી તારકભાઈ લુહારે પણ હાજરી આપી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
મહાનુભાવોના હસ્તે રિબન કાપી ‘પરમ’ કોમ્પ્યુટર લેબને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ લેબ ખાસ કરીને અંધ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેનાથી તેઓ આધુનિક યુગમાં ડિજિટલ સાક્ષરતા મેળવી શકશે અને આત્મનિર્ભર બની શકશે.
કાર્યક્રમના અંતે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિદાદા, આચાર્ય શ્રી હિતેશભાઈ અને શ્રી અરવિંદભાઈએ તમામ મહેમાનો અને દાતાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સંસ્થાના શિક્ષક ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓની ઉત્સાહભરી હાજરીથી સમગ્ર વાતાવરણ ઉર્જામય બન્યું હતું. આ કાર્યક્રમની સફળતાએ શિક્ષણ અને સેવાના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.










Recent Comments