ભાવનગર

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા વુમન્સ ટેઇલર તાલીમનો પ્રારંભ

ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા વુમન્સ ટેઇલર (મહિલા સિલાય
કામ)ની તાલીમના ૩૨ તાલીમાર્થી બહેનોને નિ:શુલ્ક તાલીમનુ કાર્યક્રમનો ઇનોગ્રેશન (આયોજન) કાર્યક્રમ યોજવામાં
આવ્યો હતો.
ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તા.૧૫.૦૫.૨૦૨૬ના રોજ ૩૨ જેટલા
બી.પી.એલ. ધારક તાલીમાર્થીઓની મહિલા સિલાય કામની તાલીમ કાર્યક્રમનો ઇનોગ્રેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો
હતો. તેમા ૩૨ જેટલા બીપીએલ ધારક તાલીમાર્થી બહેનોએ ઉત્સાહથી ભાગ લીધેલ હતો. આ સાથે આજરોજ તાલીમ
કાર્યક્રમને ઇનોગ્રેન સફળતાપૂર્વક કાર્યક્રમમાં એપીએમશ્રી વૈશ્ણવીબેન, એસ.બી.આઇ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ
સંસ્થા (આરસેટી)ના ડાયરેક્ટરશ્રી શ્યામ નિવાસ, ફેકલ્ટીશ્રી ઇશાનભાઇ, ફેકલ્ટીશ્રી જયેશભાઇ ગોહિલ, આસી.શ્રી
સમિકકુમાર લકુમ અને આસી.શ્રી દૃષ્ટીબેન અને ડીએસટીશ્રી શકુંતલાબેન તથા સ્ટાફ ગણ ઉપસ્થિત રહયા હતા.
આ તાલીમ કાર્યક્રમના ઉદઘાટનમાં આવેલ અતિથિ મહેમાનો તથા ડાયરેકટરશ્રી દ્વારા બહેનોને તાલીમ પૂરી
કર્યા પછી તાલીમાર્થી બહેનોને આગળ બિઝનેસ માટે લોન વિષે માહિતી આપી અને તાલીમ કાર્યક્રમ અનુરૂપ
બહેનોમાં પડી રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મ વિશ્વાસ, જોમ, જુસ્સાના સિંચન
સાથે પ્રાસંગિક ઉદબોધન કરેલ અને તાલીમાર્થીઓને પગભર થવા વિષે માહિતી આપી હતી. તાલીમાર્થી બહેનોને
જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા આપેલ તથા શુભેચ્છા પાઠવેલ હતી. અતિથિ વિશેષ ગણ નો આભાર માન્યો
અને ઇનોગ્રેશન કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરી હતી.

Related Posts