મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા તા. ૧૯
મેના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રની અંદાજિત ૪ પ્રતિષ્ઠિત એકમો દ્વારા એન્જિનિયર, સુપરવાઈઝર,
એસ.આર., આઈ.ટી., ક્લાર્ક, એકાઉન્ટ આસિસ્ટન્ટ, માર્કેટિંગ તથા સેલ્સ સહિતની વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની
પસંદગી કરવામાં આવશે.
ભરતી મેળામાં બી.ઈ. મિકેનિકલ, બી.ઈ. સિવિલ, બી.ઈ. પ્રોડક્શન, બી.ઈ. ઇલેક્ટ્રિકલ, બી.ઈ. ઓટોમોબાઈલ,
બી.ઈ. મેટલર્જી, એમ.કોમ., એમ.સી.એ., એમ.બી.એ., એમ.એસ.ડબલ્યુ., બી.કોમ., બી.બી.એ., બી.સી.એ.,
આઈ.ટી.આઈ., ડિપ્લોમા મિકેનિકલ, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ તથા ડિપ્લોમા ઓટોમોબાઈલ જેવી લાયકાત ધરાવતા
રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઈ શકશે.
રસ ધરાવતા ઉમેદવારોએ યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, બીજો માળ, આઈ.ક્યુ.એ.સી.
બિલ્ડિંગ, લાઇબ્રેરી સામે, યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર ખાતે પાંચ નકલો રિઝ્યૂમ સાથે સ્વખર્ચે રૂબરૂ હાજર રહેવાનું
રહેશે. સ્થળ પર જ ઇન્ટરવ્યૂ અને પ્રાથમિક પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેમ ભાવનગર યુનિવર્સિટી
રોજગાર કેન્દ્ર દ્વારા જણાવાયું છે.
રોજગારવાંચ્છુ યુવાનો માટે સુવર્ણ તક : ભાવનગર યુનિવર્સિટી ખાતે ૧૯ મેએ ભરતી મેળો યોજાશે













Recent Comments