દામનગરથી ભુરખીયા તરફ જતા રોડ પરથી પસાર થતાં તમામ વાહનોએ વૈકલ્પિક રૂટ પર વાહન વ્યવહાર કરવાનો રહેશે.
વૈક્લિપક રૂટ ૦૧ મુજબ લાઠી-ભુરખીયા તરફથી આવતા વાહનોએ ગુરૂકુળના આગળના ભાગેથી બજરંગ નગર-છભાડીયા ફાટકથી વાયા અવાડા ચોકથી નગરપાલિકા મેઈન રોડથી પસાર થવું.
વૈકલ્પિક રૂટ ૦૨ મુજબ ઢસા-દામનગર તરફથી આવતા વાહનોએ નગરપાલિકા મેઈન રોડ – અવાડા ચોકથી, છભાડીયા ફાટક વાયા બજરંગ નગર થઈને ગુરૂકુળના આગળના ભાગેથી લાઠી-ભુરખીયા રોડ પરથી પસાર થવું.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમરેલી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩ (૧) (બી) હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામુ તા. ૧૮.૦૭.૨૦૨૬ સુધી અમલી રહેશે. હુકમના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.












Recent Comments