મે.પોલીસ મહાનિરિક્ષક આર.વી.અસારી નાઓ ભાવનગર વિભાગ, ભાવનગર નાઓની રાહબારી હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર બી.જી.ઈશરાણી નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી. ટીમ ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ખાનગીરાહે બાતમી હકીકત મળેલ હોય કે “માણાવાવ ગામ ખાતે આંબરડી ગામ તરફ જવાના કાચા રસ્તે આવેલ જયરાજભાઈ વાળાની વાડી ખેતરમાં ટ્રકના કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો આવેલ હોય તેમજ વાડી ખાતે વિદેશી દારૂનુ કટીંગ ચાલુ હોય” તેવી ચોક્કસ બાતમી મળેલ હોય જે બાતમી આધારે રેઈડ કરતા અશોક લેલન કંપનીનો ટ્રક વાડી/ખેતરમાંથી મળી આવતા ટ્રકમાં આવેલ વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર વિદેશી દારૂની નાની/મોટી બોટલ નંગ – ૧૫,૧૦૮ જેની કુલ કિ.રૂ.૨૫,૯૭,૫૮૦/- સહિત કુલ કિ.રૂ.૪૬,૫૨,૫૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
*પકડાયેલ તથા વોન્ટેડ આરોપીની વિગત*
> જયરાજભાઈ જોરૂભાઈ વાળા, ઉ.વ – ૪૦, ધંધો – ખેતી, રહે.માણાવાવ, તા.ધારી, જી.અમરેલી
> વોન્ટેડ – અશોક લેલન કંપનીનું ટ્રક જેનાં રજી.નંબર-GJ-25-U-6618 વાળો અજાણ્યો ચાલક
– વોન્ટેડ – મહિન્દ્રા કંપનીનો બોલેરો પીકઅપ વાહન જેનાં રજી. નં.GJ-04-Y-0279 વાળો અજાણ્યો ચાલક
> વોન્ટેડ – અન્ય બે અજાણ્યા ઈસમો
*આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલની વિગત*
– વિદેશી દારૂની બોટલો નંગ- ૧૫,૧૦૮ જેની કિં.રૂ.-૨૫,૯૭,૫૮૦/-
> અશોક લેલન કંપનીનું ટેન્કર રજી.નં.-GJ-25-U-6618 જેની કિં.રૂા.૧૫,૦૦,૦૦૦/-
> એક મહિન્દ્રા કંપનીનો બોલેરો પીકઅપ વાહનના જેનાં રજી.નં.GJ-04-Y-0279 જેની કિં.રૂા.૫,૦૦,૦૦૦/-
> એક હોન્ડા કંપનીનું ટુ-વ્હીલર રજી.નં.GJ-14-BE-9375 જેની કિં.રૂા.૫૦,૦૦૦/-
> એક તુટેલ હાલતમાં એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિ.રૂા.૫,૦૦0/-
>> કુલ કિ.રૂ. – ૪૬,૫૨,૫૮૦/-
*પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ*
(૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં – ૧૧૧૯૩૦૫૩૨૩૦૦૫૫/૨૦૨૩, પ્રોહી.એક્ટ ૨.૬૫(એ), ૬૫(ઈ), ૮૧, ૧૧૬, ૯૮(૨) મુજબ
(૨) જુનાગઢ રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં – ૧૧/૨૦૧૮૨૦૧૮, આઈ.પી.સી.ક.૩૦૨,૩૨૩,૫૦૪ મુજબ
(3) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં – ૧૧૧૯૩૦૫૩૨૦૦૦૨૯/૨૦૨૦, આઈ.પી.સી.ક.૩૦૪, ૩૦૮ મુજબ
(૪) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ગુ.૨.નં – ૧૪૯/૨૦૧૮, પ્રોહી.એક્ટ ક.૬૫(એ)(ઈ), ૧૧૬, ૬૬(૧)બી મુજબ
(૫) ખાંભા પો.સ્ટે. ગુ.ર.નં – ૦૧/૨૦૧૪, પ્રોહી.એક્ટ ક.૧૮૫ મુજબ
(૬) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. પાસા નંબર – ૦૧/૨૦૨૦ મુજબ
(૭) ચલાલા પો.સ્ટે. ગુ.ર.નં – ૪૩/૨૦૧૯, પ્રોહી.એક્ટ ક.૧૮૫ મુજબ
(૮) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ગુ.ર.નં – ૫૭૭/૨૦૨૨, પ્રોહી.એક્ટ ૨.૬૬(૧)(બી) મુજબ
*આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી.ઈશરાણી, એસ.ઓ.જી. શાખા, અમરેલી તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે*
















Recent Comments