કાર્યપાલક ઈજનેરશ્રી જળસિંચન વિભાગ, ભાવનગર દ્વારા જાહેર જનતાને જણાવાયું છે કે,ચાલુ વર્ષ-૨૦૨૬નાં
ચોમાસા ઋતુ દરમ્યાન તળાજા વિસ્તારનાં ખંઢેરા ગામ પાસે નાવલી નદી પર પ્રગતિ હેઠળની ખંઢેરા બંધારા
યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૪.૨૦ મીટર (એફ.એસ.એલ.), મણાર ગામ પાસે મણારી નદી પર મણાર આર.ટી.
યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૧૬.૦૦ મીટર (એફ.એસ.એલ.), નેશીયા ગામ પાસે ઉતાવળી નદી પર
સમઢીયાળા પુન:પ્રભારણ યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૧૦૦.૦૦ મીટર (એફ.એસ.એલ.), નાની બાબરીયાત
ગામ પાસે ઉતાવળી પર નાની બાબરીયાત આર.ટી. યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૨૮.૦૦ મીટર
(એફ.એસ.એલ.), બપાડા ગામ પાસે કેરી નદી પર બપાડા આર.ટી.યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૩૫.૦૦ મીટર
(એફ.એસ.એલ.), ઈશોરા-૧ ગામ પાસે કેરી નદી પર ઈશોરા-૧ આર.ટી.યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૯.૫૦
મીટર (એફ.એસ.એલ.), આમળા ગામ પાસે લોકલ નદી પર ગોપનાથ બંધારા યોજનામાં ભરપુર સપાટી એટલે કે
૪.૨૦ મીટર (એફ.એસ.એલ.), બેલા ગામ પાસે નાળીયેરી વોકળા નદી પર બેલા આર.ટી.યોજનામાં ભરપુર સપાટી
એટલે કે ૩૪.૨૫ મીટર (એફ.એસ.એલ.), જસપરા ગામ પાસે જસપરી નદી પર પ્રગતિ હેઠળની જસપરા બંધારા
યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૫.૦૦ મીટર (એફ.એસ.એલ.) અને અલંગ ગામ પાસે મણારી નદી પર પ્રગતિ
હેઠળની અલંગ ચેકડેમ યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૫.૦૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.) સુધી પાણી
ભરાવાની શક્યતા છે.
આથી ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને લઈ ઉપરવાસમાં જળાશય વિસ્તારમાં ખેતી તેમજ અન્ય કોઈ પ્રવૃતિ
કરવી નહી તેમજ ઢોર-ઢાખરને પણ આ વિસ્તારથી દુર રાખવા તથા ખંઢેરા બંધારા યોજનાની હેઠવાસનાં ખંઢેરા અને
આમળા ગામ, મણાર આર.ટી.યોજનાની હેઠવાસના મણાર અને અલંગ ગામ, સમઢીયાળા પુન:પ્રભારણ યોજનાની
હેઠવાસનાં નેશીયા અને હબુકવડ, નાની બાબરીયાત આર.ટી. યોજનાની હેઠવાસનાં નાના બાબરીયાત, હબુકવડ અને
નેશીયા, બપાડા આર.ટી.યોજનાની હેઠવાસનાં બપાડા અને ધારડી, ઈશોરા-૧ આર.ટી. યોજનાની હેઠવાસનાં ઈશોરા
અને દેવલી, ગોપનાથ બંધારા યોજનાની હેઠવાસનાં આમળા અને ખંઢેરા, બેલા આર.ટી યોજનાની હેઠવાસનાં બેલા
અને બાબરીયાત, જસપરા બંધારા યોજનાની હેઠવાસનાં જસપરા, માંડવા, સોસીયા, અલંગ તથા અલંગ ચેકડેમ
યોજનાની હેઠવાસ તેમજ ઉપરવાસનાં જસપરા, માંડવા, અલંગ અને સોસીયા ગામના લોકો તેમજ અલંગ
શીપબ્રેકીંગ યાર્ડમાં કામ મજુરો નદીનાં પટની આજુબાજુ ઝુપડપટ્ટી બનવીને રહે છે તેઓને ભારે પુર વખતે સલામત
સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવે છે.
વધુમાં જળાશયની ઉપવાસમાં નદીમાં માણસોએ અવર-જવર તેમજ ઢોર ઢાંખરને પ્રવેશવા ન દેવ તેમજ
ઉપરવાસની ઓળખ પ્રસ્થાપિત થયેલ છે તેમ પ્રવેશ કરવો નહીં કે કોઈ બાંધકામ કરવું નહીં તેમ કાર્યપાલક ઇજનેર,
ભાવનગર જળસિંચન વિભાગ ભાવનગર ની યાદીમાં જણાવાયું છે.
















Recent Comments