પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની રાહબારી હેઠળ પોલીસ અધિક્ષક સંજય ખરાત અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવી મેડિકલ પ્રેકિટસ કરી આવા કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય તેવુ પોતે જાણતા હોવા છતા દર્દીઓને નિદાન/સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય.જે અનુસંઘાને એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી.ઈશરાણી નાઓની રાહબારી હેઠળ એસ.ઓ.જી.ટીમ ખાંભા તાલુકા વિસ્તાર પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે ખાંભા તાલુકાના ધુંધવાણા ગામે મહમદભાઈ નીસારભાઈ સિદ્દીકી નામનો ઈસમ ગે.કા.રીતે પ્રાઈવેટ દવાખાનુ ચલાવી કોઇ સરકાર માન્ય ડિગ્રી કે સર્ટી. વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી લોકોની જીંદગી સાથે ચેડા કરતા હોય”. જે અન્વયે સદરહુ જગ્યાએ મેડીકલ ઓફીસરશ્રી સાથે રેઇડ કરતા મજકુર ઈસમને એલોપેથીક દવાઓ તથા મેડીકલ લગત સાધન સામગ્રી વિગેરે મેડિકલના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
*પકડાયેલ આરોપી:*-
મહમદભાઈ નીસારભાઈ સિદ્દીકી,ઉ.વ.- ૨૮, ધંધો-ડોકટર પ્રેક્ટીસ, રહે.ઉના, તુલસીશ્યામ સોસાયટી, ૮૦ ફૂટ રોડ, તા.ઉના, જી.ગીરસોમનાથ
*કબ્જે કરેલ મુદ્દામાલ* :-
મજકુર પકડાયેલ ઈસમને એલોપેથીક દવાઓ તથા મેડીકલને લગત સાધન સામગ્રી મળી કુલ કિ.રૂ. ૯,૭૮૮/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે અને મજકુર પકડાયેલ ઈસમ વિરૂધ્ધ ગુનો રજી કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ખાંભા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
*આમ આ કામગીરી અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી.ઈશરાણીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ તથા મેડીકલ ઓફીસરશ્રી PHC ખડાધાર ડૉ.હર્ષભાઈ સુરેશભાઈ રાદડીયા દ્વારા કરવામાં આવેલ છે*

















Recent Comments