અમરેલી

સાવરકુંડલાના નોટરી એડવોકેટ બાબુલાલ કુબાવતના પુત્ર ઉમંગ કુબાવતે રાજસ્થાનમાં ગુજરાત અને રામાનંદી સમાજનું ગૌરવ વધાર્યું

સંસ્કારની સુવાસથી મરુધરા                        (રાજસ્થાન) મહેકાવી દીધી,

રામના નામે ગુરુકુળની 

એ પરંપરા દીપાવી દીધી.

–“પાંધી સર”

સાવરકુંડલાના જાણીતા નોટરી એડવોકેટ શ્રી બાબુલાલ કુબાવતના સુપુત્ર ઉમંગ બાપુ કુબાવતે નાની ઉંમરે રાજસ્થાનની ધરતી પર પ્રભુ શ્રીરામના સુંદરકાંડ પાઠ અને ધાર્મિક ઉત્સવોમાં સક્રિય સહભાગી થઈને સમગ્ર ગુજરાત સહિત રામાનંદી સાધુ સમાજનું ગૌરવ દેશભરમાં વધાર્યું છે.

​મળતી માહિતી મુજબ, રાજસ્થાનના આબુરોડ ખાતે પ્રસિદ્ધ ફિલ્મ ડાયરેક્ટર અનુપ ભટ્ટનાગર દ્વારા તેમના નિવાસસ્થાને પ્રભુ શ્રીરામના સુંદરકાંડ પાઠનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય મહોત્સવમાં ઉમંગ બાપુ કુબાવતે વિશેષ ઉપસ્થિતિ આપી હતી. તેમણે સુંદરકાંડના પાઠ, પ્રભુ શ્રીરામના ભજન-કીર્તન તેમજ વિશિષ્ટ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા ઉપસ્થિત તમામ ભાવિકોને મંત્રમુગ્ધ કરી ભક્તિના રંગે રંગી દીધા હતા. આ પ્રસંગે તેમણે ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને અનન્ય રામભક્તિનું ઉત્કૃષ્ટ પ્રતિનિધિત્વ કર્યું હતું.

​ઉમંગ બાપુ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં પણ હનુમાન ચાલીસાના પાઠ, ધાર્મિક સંદેશાઓ અને યુવાનોમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવા માટે સતત સેવાકીય કાર્યો કરી રહ્યા છે. તેમની આ ધાર્મિક કામગીરીને લઈને સમાજના શ્રેષ્ઠીઓ, ધાર્મિક આગેવાનો અને અગ્રણીઓ દ્વારા વ્યાપક પ્રશંસા અને આશીર્વાદ વરસી રહ્યા છે.

​ગુરુકુળનું શિક્ષણ અને પરિપક્વ શિક્ષકોનું માર્ગદર્શન

​ઉમંગ બાપુના પિતા સાવરકુંડલાના પ્રતિષ્ઠિત નોટરી એડવોકેટ બાબુલાલ કુબાવત સમાજમાં આદરણીય સ્થાન ધરાવે છે. પરિવાર તરફથી મળેલા ધાર્મિક વાતાવરણની સાથે ઉમંગ બાપુનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સાવરકુંડલાના શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ એવા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે થયું છે. જ્યાં સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી, યોગેશભાઈ પરમાર, વિજયભાઈ, પિયુષભાઈ તેમજ દક્ષાબેન જેવા પરિપક્વ અને સમર્પિત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તેમના જીવનનું ઘડતર થયું છે.

​માતા-પિતાના આશીર્વાદ અને ગુરુજનોના શ્રેષ્ઠ સંસ્કારોને કારણે જ ઉમંગ બાપુ આજે યુવા પેઢી માટે એક અદ્ભુત પ્રેરણારૂપ બન્યા છે. સાવરકુંડલા પંથકના યુવા રત્નની આ ધાર્મિક સિદ્ધિ બદલ સમગ્ર પંથકમાં ખુશી અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.

Related Posts