અમરેલી જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (વિ.પ્રવાહ,સામાન્ય પ્રવાહ) પુરક પરીક્ષા તા. ૧૧ થી ૨૦ જૂન,૨૦૨૬ દરમિયાન યોજાશે. જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને પૂરક પરીક્ષાના સુચારુ આયોજન અને સંચાલન અર્થે બેઠક યોજાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ધોરણ ૧૦ની પુરક પરીક્ષા કુલ ૧૧ સેન્ટર ખાતે યોજાશે. જેમાં અંદાજિત ૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સાથે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં અંદાજિત ૩૫૦થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષામાં અંદાજિત ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે.
જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે પુરક પરીક્ષાના સુચારુ આયોજન અને સંચાલન માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.









Recent Comments