લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સ્માઈલ ટ્રેન ના સહયોગ થી લાઠી તાલુકા ના મતિરાળા ગામ ના નવજાત બાળક ની જન્મજાત ખામી નિવારવા સર્જરી દ્વારા સારવાર કરાઈ. લાઠી તાલુકા ના મતીરાળા ગામ ના નવજાત બાળક ને જન્મજાત બંને બાજુ થી હોઠ ફાટેલા અને તાળવા માં ચીરો હોવાનું નિદાન થયું હતું. જેની ખાનગી હોસ્પિટલ માં સારવાર અને ઓપરેશન નો ખર્ચ દોઢ થી બે લાખ સુધી આવી શકે તેમ હતો. આ અંગે આરોગ્ય વિભાગ ને જાણ થતાં લાઠી તાલુકા આરોગ્ય કચેરી ના આર.બી.એસ.કે. વિભાગ ના નોડલ મેડિકલ ઓફિસર ડો. હરિવદન પરમાર દ્વારા બાળક ના ઘરે મુલાકાત લઈ તેની તપાસ કરી શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત વિનામૂલ્યે સુપર સ્પેશિયલ સારવાર માટે રાજકોટ ખાતે મોકલ્યા હતા. ત્યાં આધુનિક પદ્ધતિ થી બાળક ની પ્લાસ્ટિક સર્જરી દ્વારા સારવાર કરવા માં આવી હતી. સારવાર અંગે બાળકી ના વાલી એ અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે પહેલા તો તેઓ બાળક ની આ જન્મજાત ખામી અને સારવાર ના ખર્ચ વિશે ખૂબ ચિંતિત રહેતા હતા. પરંતુ સરકાર શ્રી ના શાળા આરોગ્ય અને રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તેમની બાળકી ની સારવાર તદન વિનામૂલ્યે અને ખૂબ જ સંતોષ કારક રીતે થઈ છે. તેઓ એ અમરેલી ના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. આર. એમ જોશી, ડો.એ.કે.સિંગ, લાઠી ના ડો. આર. આર. મકવાણા, ડો. હરિવદન પરમાર, ડો. સાગર પરવડીયા, ડો. મિત્તલ શેલિયા, ડો. અલ્પા ઠક્કર, એમ. કે. બગડા, સુભાષ ચાવડા, છાયા આદરોજા, તૃપ્તિ બોરીચા, વિલાસ સાગઠીયા અને શાળા આરોગ્ય વિભાગ નો આભાર માન્યો હતો.
લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા











Recent Comments