અમરેલી

શ્રી એચ. એન. વિરાણી હાઇસ્કૂલ, બાઢડામાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી

શ્રી એચ. એન. વિરાણી હાઇસ્કૂલ, બાઢડા ખાતે શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે ‘સ્વયં શિક્ષક દિન’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શિક્ષક બની સંચાલનનો અનોખો અનુભવ મેળવ્યો હતો. કાર્યક્રમમાં શાળાના આચાર્ય ડો. મધુરભાઈ બગડાએ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન અને શિક્ષક દિનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. શિક્ષકશ્રી દિલીપભાઈ રાઠોડ, દક્ષાબેન બુટાણી તથા સ્વયં શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ દિવસે ધોરણ ૧૧ની વિદ્યાર્થીની પ્રીતિબેન ડૂબાણીયાએ પ્રિન્સિપાલ તરીકે સફળ કામગીરી નિભાવી હતી.

​કાર્યક્રમના અંતે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સ્વયં શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા:

​માધ્યમિક વિભાગ: પ્રથમ – ડુબાણિયા ધૃવિશા (ધો. ૧૦), દ્વિતીય – ડુબાણિયા બંસી (ધો. ૯), તૃતીય – રાનાણી ધૃપલ (ધો. ૧૦).

​ઉચ્ચતર માધ્યમિક વિભાગ: પ્રથમ – મકવાણા ધર્મેશ (ધો. ૧૨), દ્વિતીય – નાકરાણી વિધિ (ધો. ૧૧), તૃતીય – શિયાળ જયદીપ (ધો. ૧૨).

​વિજેતાઓને પ્રમુખશ્રી, આચાર્યશ્રી તથા શિક્ષકગણ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષકશ્રી કમલેશભાઈ ભટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું અને શાળાના તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Related Posts