શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દ થી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી દર માસના પ્રથમ શુક્રવારે યોજાતા વિના મૂલ્યે નેત્ર કેમ્પ તા- 05/06/2026 ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી ની પાવન સ્મૃતિ માં 348 માં નેત્ર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિરનગર હોસ્પિટલ ના સુપર સ્પેશ્યાલિસ્ટ ડોકટરો દ્વારા 87 જેટલા મોતિયા ના દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ 07 જેટલા દર્દીઓ ને મોતિયાના ઓપરેશન ની જરૂર હોય એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન માટે વિરનગર ની આંખ ની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ અને જે દર્દીઓ ને ચશ્મા અને દવાઓ ની જરૂર હતી એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી હતી . 348 માં વિના મૂલ્યે મહા નેત્રયજ્ઞ નું દિપ પ્રાગટ્ય સંસ્થાના વડા પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી સાથે વિરનગર ના ડોક્ટર, ગુરુકુળ હોસ્પિટલ ના ડોક્ટર નિલેશભાઈ ત્રિવેદી વિગેરે દ્વારા કરવામાં આવેલ.સંસ્થા નાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી ના સાનિધ્ય માં નેત્રયજ્ઞ ની તમામ વ્યવસ્થા કરવામાં આવેલ. નેત્ર કેમ્પ ના યજમાન પદે મુંબઈ ના સ્વ. શાંતાબેન જીવણલાલ લાખાણી. હસ્તે. ચંદ્રકાંત ભાઈ જીવણલાલ લાખાણી રહ્યા હતા. નેત્રયજ્ઞ ને સફળ બનાવવા સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા નાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી નાં વડપણ હેઠળ સાથે સંસ્થાના કર્મચારીઓ એ જહેમત ઉઠાવી હતી. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા 348 મો વિના મૂલ્યે નેત્ર નિદાન યજ્ઞ યોજાયો


















Recent Comments