બાળ સશકિતકરણ માટે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા શારીરીક શકિત માટે વેકેશનનો લાભ ઉઠાવવા બાળ યોગ સમર કેમ્પનુ સમાપન યુવા અગ્રણી મનીષ સઘાણી વિશેષ ઉપસ્થિતી સાથે બાલમુકુદ હોલ, ગજેરા પરા, અમરેલી ખાતે સમર કેમ્પન નિશુલ્ક સમાપન રહી હતી. થયું હતું. સંચાલકો : અનિતાબેન રામાણી, માંડલિયા સુમિતા અને કોટડીયા અમિતાબેન, રમેશ શીગાળા, પ્રવિણભાઈ ધાનાણી ની ઉપસ્થિતી રહી હતી. ગુજરાત સરકારશ્રી દ્વારા રચાયેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના માર્ગદર્શન હેઠળ તા. ૧૬/૦૫/૨૦૨૬ થી તા. ૩૦/૦૫/૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યમાં સમર યોગ કેમ્પ ૨૦૨૬” નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં કુલ ૪ કેન્દ્રો પર નિ:શૂલ્ક યોગ કેમ્પ યોજાઈ રહ્યા છે, જેમાં આશરે ૫૦૦ જેટલા બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ કેમ્પમાં બાળકોને યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, રમતગમત સાથે જોડાયેલી શારીરિક પ્રવૃત્તિઓ, યોગ્ય આહાર, શિસ્તબદ્ધ દિનચર્યા અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. યોગના નિયમિત અભ્યાસથી બાળકોમાં એકાગ્રતા, સ્મરણશક્તિ, આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વિકસે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમ અખબારી યાદીમા જણાવાયેલ છે.
અમરેલી ખાતે સમર કેમ્પન નિશુલ્ક સમાપન


















Recent Comments