અમરેલી

અમરેલી નગરપાલિકા દ્વારા ભયજનક/જર્જરીત મકાનો બાબતે તાકીદની જાહેર ચેતવણી

ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની જોગવાઈઓ અનુસાર આ જાહેર નોટીસ આપવામાં આવે છે કે અમરેલી શહેર હદ વિસ્તારમાં આવેલ તમામ સરકારી, અર્ધ સરકારી, બિન સરકારી, ખાનગી, સ્લમ તથા અન્ય તમામ ક્વાર્ટસ તથા મકાન / ઈમારતમાં રહેતાં કે ઉપયોગ કરતા કે હિત ધરાવતા તમામ વ્યક્તિઓ / સમૂહ ને જાહેર ચેતવણી / નોટીસ આપવામાં આવે છે કે, તેઓએ પોતાના મકાનનો ભયજનક / જર્જરિત ભાગ તાકીદે ઉતારી લઇ બાકીના ભાગને સુરક્ષિત કરવાની કાર્યવાહી કાયદાને આધીન કરવાની રહે છે. અન્યથા મકાન કે તેનો ભયજનક/ જર્જરીત ભાગ પડી જવાથી તે મિલ્કત કે આસપાસની મિલ્કતને કે જાનમાલને નુકશાન થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી આવા મકાન / ઈમારતનાં માલિક, કબજેદારો, હિત ધરાવતા તમામ વ્યક્તિઓની રહેશે, જેની ગંભીર નોંધ તમામે લેવી. આવા ભયજનક / જર્જરીત મકાનોમાં કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવો નહિ તેમજ વસવાટ કે અન્ય કોઈ ઉપયોગ કરવો નહિ, તેમજ આવા ભયજનક જણાતાં મકાનની આસપાસ અવર-જવર કરવી નહિ તથા આજુબાજુના મકાન ઉપયોગ કર્તાઓએ સાવચેતીના ભાગરૂપે પુરતી કાળજી રાખવી. અમરેલી નગરપાલિકાએ ગુજરાત નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓને આધીન અગાઉ નોટીસો આપેલ છે, છતાં ઉપરોકત બાબતે જવાબદાર વ્યક્તિઓ દ્વારા ભયજનક મકાન કે તેનો જર્જરીત ભાગ ઉતારવા કોઈ કાર્યવાહી કરેલ નથી / કરાવતા નથી, જેથી સંબંધિત હિત ધરાવનાર તમામ કબ્જેદારોને અપાયેલી નોટીસ અન્વયેની કાર્યવાહી તાત્કાલીક ધોરણે કરવા સદર નોટીસથી તાકીદ કરવામાં આવે છે.અન્યથા અમરેલી નગરપાલિકા ધ્વારા આવી ભયજનક/જર્જરિત ઈમારતો ખાલી કરાવવા/ઉતરાવવા બાબતે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related Posts