અમરેલી

નવા ખીજડિયા ગ્રામજનો ની રજુઆત બાદ વહીવટી તંત્ર દ્વારા ઢાંકો ઢુંબો શરૂ.

અમરેલી જિલ્લા ના નાના એવા નવા ખીજડિયા ગામે વર્ષ ૨૦૨૧ થી ઉતરોતર સરકારી ગ્રાન્ટ માંથી સુવિધા ઓ કાગળ ઉપર બતાવી સરકારી નાણાં ની કાયમી ઉચાપત કરનાર ને વહીવટી તંત્ર ની ખુલ્લી મદદ કેમ ? કામો વગર બિલો પણ ચૂકવ્યા જતા જાગૃત ગ્રામજનો એ પણ સાચું કહેવા માં શરમ શાની ? યુક્તિ એ ફરિયાદો ઉભી કરતા જ નવા ખીજડીયા ગામે મોક્ષરથના નામે લાખો રૂપિયાની ઉચાપત માં તાલુકા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્ર દ્વારા ઢાકો ઢુંબો શરૂ કરાયો નવા ખીજડિયા ગામે સ્મશાન સુવિધા મૃતક ને અવલ્લ મંઝિલે પહોંચાડવા માટે ૧૫ માં નાણાંપંચ ની ગ્રાન્ટ માંથી મોક્ષરથ ખરીદ્યા વગર બિલ ચૂકવાય ગયા નો અખબારી અહેવાલ પ્રસિદ્ધ થતા ઉતરોતર પાંચ વર્ષ ની મોટા ભાગ ની ગ્રાન્ટ કામો વગર જ ઓળવી જતા પદાઅધિકાર ઓ અને તંત્ર એ ઢાકો ઢુંબો શરૂ કર્યો નવા ખીજડિયા ગામે સ્થાનિક અગ્રણી કરશનભાઇ કેશવભાઈ નનાણી એ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત કચેરી, અમરેલી લેખિત ફરિયાદ કરી મૃતક ને અવલ્લ મંઝિલે પહોંચાડવા ના મોક્ષરથ ના નાણાં કાગળ ઉપર ચૂકવી દેવાતા રાવ અખબારી અહેવાલ રૂપે પ્રસિદ્ધ થતા જ ઢાકો ઢુંબો શરૂ પંચાયત-૧૫ મું નાણાપંચ ગ્રાન્ટ તાલુકો કક્ષા વર્ષ-ર૦રર ના મોક્ષરથનાં કામે તપાસ કરવા માંગ થી સ્થાનિક ભ્રષ્ટ નેતા અને ટીડીઓ દ્વારા નવા ખીજડીયા ગામે રાતો રાત મોક્ષ રથ ક્યાંથી આવ્યો ? વર્ષ ૨૦૨૧ થી ઉતરોતર વિકાસ કામ ની ગ્રાન્ટ ઘર ના ભુવા ને ઘર ના ડાકલા ની યુક્તિ એ વગર કામો ના બિલ મૂકી કાયમી સરકારી નાણાં ની ઉચાપત કરનાર સામે પગલાં લેવા ને બદલે પંચરોજકામ નું વહીવટી તંત્ર દ્વારા નાટક કેમ ? સરકારી નાણાં ની કાયમી ઉચાપત માં સરકાર પક્ષે ક્રિમિનલ કમ્પ્લીશન કેમ નહિ ? ૧૫ મા નાણાપંચનું કામ રૂા.૨,૫૦,૧૫૮/- વર્ષ-૨૦૨૧/૨૨ નું કામ તત્કાલીન સરપંચ ગીતાબેન રમેશભાઈ માંડણકા કે જેઓના પુત્ર નિકુંજભાઈ માંડણકા તાલુકા પંચાયત -સદસ્ય હતા. હાલ તેમના માતૃશ્રી ગીતાબેન માંડણકા તાલુકા પંચાયતના પ્રમુખ છે. તેમના શાસન કાળ દરમ્યાન અનેક કામો વગર નાણાં ચૂકવાયા હોવા નું રેકર્ડ ઉપર થી સ્પષ્ટ પણે પુરવાર થાય છે તેમ છતાં વહીવટી તંત્ર ઢાંક પિછોડો કેમ કરે છે ? અખબારી અહેવાલ પ્રસિદ્ધ થતા જ પાણી ની મોટર ડંડો બધું એકાએક ગામ માં આવવા મંડયું પંચાયત ની મિલકત જાળવણી અંગે નીતિ ઓ નિયમો નિયત નમૂના ઓ મુજબ વખતોવખત સમીક્ષા કરવાની પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની જોગવાઈ અનુચર્યા વગર આવી લોલમલોમ કેમ ? પંચાયત ની સ્થાવર અને જંગમ મિલકત અંગે કલમ ૧૦૮ થી ૧૧૧ ઉપરાંત ડેડસ્ટોક રજીસ્ટરો નિભાવવા તકેદારી ચકાસણી બગાડ નિકાલ અંગે જરૂરી પરબ્ધક અધિકારી ઓની મંજૂરી મેળવવી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી આસિસ્ટન્ટ લોકલ ફન્ડ એકઝામીનર ને જાણ કરવા સુધી ની જોગવાઈ હોવા છતાં પંચાયત સેવા શિસ્ત માં ચૂક કરનાર સામે તંત્ર પગલાં લેવા ને બદલે ઢાકો ઢુંબો કરી રહ્યું છે છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ૪૦ લાખ જેવી વિકાસ કામો ની ગ્રાન્ટ વપરાય છે કે કેમ ? ઉચ્ચતરિય તપાસ ની સ્થાનિકો માંથી માંગ ઉઠી સરકારી નાણાં ની કાયમી ઉચાપત જેવી ગંભીર બાબત હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા સમક્ષ અધિકારી ઓને રિપોર્ટ નહિ થતા અનેક અસમંજસ અને શંકા નવા ખીજડિયા ગામે વિકાસ ને વરેલી સરકારે નાણાં તો આપ્યા પણ વપરાયા છે ખરા તે તપાસ કરી જવાબદારો સામે સરકારી નાણાં ની કાયમી ઉચાપત અંગે સરકાર પક્ષે ક્રિમિનલ કરવા ને બદલે વાડ જ ચીભડા ગળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે

Related Posts