અમરેલી

કાણકિયા કોલેજ ખાતે ખેતાણી પરિવાર ફાઉન્ડેશનના સંપૂર્ણ આર્થિક સહયોગથીસાથે મેગા થેલેસેમિયા કેમ્પ ખુલ્લો મુકાયો

નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકિયા આર્ટસ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી ફાઉન્ડેશન પરિવાર સાવરકુંડલા વાળા (હાલ મુંબઈ) ના સંપૂર્ણ આર્થિક સહયોગથી તા.૧૨-૦૯-૨૦૨૪, ગુરૂવારના રોજ મેગા થેલેસેમિયા કેમ્પનું જુદી જુદી પાંચ સંસ્થાના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવેલ.થેલેસેમિયા કેમ્પ ની શરૂઆત સર્વધર્મ સમૂહ પ્રાર્થના થી કરવામાં આવેલ. પ્રિ.ડો.એસ સી.રવિયા એ પ્રાસંગિક ઉદબોધન માં કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને થેલેસેમિયા અંગે માહિતગાર કરેલ.

આ કેમ્પમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના પ્રેસિડેન્ટ ડો. જે. બી. વડેરા સાહેબ, સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ (ગજાનંદ લેબોરેટરી), ખેતાણી પરિવાર ફાઉન્ડેશન વતી  અષ્ટકાંતભાઈ સૂચક તેમજ નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી, મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા, ટ્રસ્ટી જયંતીભાઈ વાટલીયા, વિભાગીય ટ્રસ્ટી વિનુભાઈ રાવળ, ટ્રસ્ટી અનિલભાઈ રૂપારેલ, જાબિર ભાઈ ચૌહાણ, મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડી.એલ.ચાવડા, ગુજરાત રેડ ક્રોસ સોસાયટી,અમદાવાદ ના સંયોજક નિલેશભાઈ ભારતીય, સાવરકુંડલા  પીઆઇ. ચૌધરી, રાઈટર જયદીપસિંહ ગોહિલ, સાવરકુંડલાના સામાજિક અને વેપારી અગ્રણી જગદીશભાઈ માધવાણી, જૈન સમાજના અગ્રણી કિરણભાઈ મગીયા, પત્રકાર શ્રી સૂર્યકાન્ત ભાઈ ચૌહાણ, યશપાલ ભાઈ વ્યાસ, યોગેશભાઈ ઉનડકટ તથાઅન્ય મહાનુભાવોની આ કેમ્પમાં વિશેષ ઉપસ્થિતિ રહેલ. મહાનુભાવો નું શાલ તથા પુષ્પગુચ્છથી સ્વાગત અને અભિવાદન બાદ મેગા થેલેસેમિયા કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદ બ્રાન્ચના ટેકનીશ્યન દ્વારા આ થેલેસેમિયા ટેસ્ટ ની સમગ્ર કામગીરી પ્રશંસનીય રીતે કરવામાં આવેલ. આ કેમ્પમાં કાણકિયા કોલેજના ૩૬૦ વિદ્યાર્થીઓએ થેલેસેમિયા ટેસ્ટ કરાવેલ. કેમ્પ ને સફળ બનાવવામાં કોલેજના એન એસ એસ વોલન્ટીયર્સ, એનસીસી કેડેટ્સ, યુથ રેડક્રોસ કલબના મેમ્બર તથા કોલેજ ના સમગ્ર સ્ટાફ ગણે જહેમત ઉઠાવેલ.

Related Posts