ભાવનગર રેન્જના આઈ.જી.પી. આર.વી.અસારી નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં સાયબર ફ્રોડ લગતના ગંભીર ગુનાઓના આરોપીઓને સત્વરે શોધી કાઢવા સારૂ ખાસ સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામાં બનતા ઓનલાઈ સાયબર ફ્રોડ લગત ગુનાઓના આરોપીઓને સત્વરે શોધવા સારૂ સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ નાઓ દ્વારા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આપેલ હોય.અમરેલી સીટી પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૬૦૫૨૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૩૧૮(૪) તથા આઈ.ટી.એકટ કલમ-૬૬(ડી) મુજબનો ગુનો તા.૦૬/૦૬/૨૦૨૬ ના રોજ રજી. થયેલ જે ગુનામાં ફરીયાદી સાથે શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટમાં સારા વળતરની લાલચ આપી આરોપીએ અલગ અલગ UPI ID માં ફરીયાદીના અલગ-અલગ કુલ રૂ.૬૯,૪૪૧/- ઓળવી જઇ ઠગાઈ કરી ગુનો આચરેલ હોય જે પૈકી આરોપીના એક UPI ID માં રૂ.૩૦,૦૦૦/- જમા થયેલ હોય જે અંગે તપાસ કરી વિગત મેળવતા આરોપીના બેંક એકાઉન્ટ નંબર ઉપર ગુજરાત સહીત અલગ-અલગ રાજ્યોની કુલ ૦૮ સાયબર ફ્રોડ અંગેની ફરીયાદ નોંધાયેલ હોવાનુ ધ્યાને આવેલ જે પકડાયેલ આરોપીના બેંક એકાઉન્ટની વિગત તપાસતા માત્ર ૦૨ – માસના ટૂંકા સમયગાળા દરમ્યાન કુલ રૂ.૨,૭૪,૪૦, ૧૯૭/- (બે કરોડ ચુમોત્તેર લાખ ચાલીસ હજાર એક સો સત્તાણુ રૂપિયા) ના શંકાસ્પદ ટ્રાન્જેક્શન થયેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઇ આવેલ છે જે બાબતે હાલ આગળની તપાસ ચાલુમાં છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એમ.ઝાલા સાહેબ ના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગુનાના એક આરોપીને ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
*પકડાયેલ આરોપીઓની વિગત:*-
(૧) મહેન્દ્રજી મફાજી ઠાકોર, ઉ.વ.૪૨, ધંધો-મજુરીકામ, રહે.વરાણા ગામ, ખોડીયાર નગર, મેઇન રોડ પર, ઠાકોર વાસ, તા.સમી, જી.પાટણ.
*આ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.ઝાલા તથા સીટી પો.સ્ટે. સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. જાવીદભાઈ ચૌહાણ તથા જયસુખભાઈ આસલીયા તથા પો.કોન્સ. ગૌરવભાઈ બોદર તથા આઇ.ટી.એક્સપર્ટ જયભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ છે*











Recent Comments