અમરેલી

સ્વનીધી મહોત્સવ કાર્યક્રમ અમરેલી નગરપાલીકા

આજ રોજ તા. ૧૨/૦૬/૨૦૨૬ ને શુક્રવારનાં રોજ આદરણીય પ્રધાનમંત્રીશ્રીના ૧૨ વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં ત્રિસ્તરીય “સ્પેશ્યલ કેમ્પઇન” યોજવા સુચના મળેલ હોય. જે અંતર્ગત પી.એમ.સ્વનિધિ યોજના હેઠળ  જિલ્લા કક્ષાએ “સ્વનીધી મહોત્સવ”નું આજ રોજ અમરેલી નગરપાલિકા મુકામે કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ હતો. જે અન્વયે આજ રોજ આ કાર્યક્રમમાં ૧૫ જેટલા લાભાર્થીઓને સ્થળ પર ચેક વિતરણ, ૨(બે) લાભાર્થીને ક્રેડીટ કાર્ડ, ફેરિયાના પરિચય બોર્ડ, નવા લાભાર્થીઓના લોન તેમજ ક્રેડીટ કાર્ડ અંગેના અરજી ફોર્મ, ડીઝીટલ પેમેન્ટ મર્ચન્ટ ક્યુંઆર કોડ, વિગેરે જેવી પ્રવૃત્તિઓં હાથ ધરેલ હતી. સદર કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળીયા, ઉપપ્રમુખ શ્રી વિરલભાઈ પોપટ, કારોબારી ચેરમેનશ્રી મોલિકભાઈ ઉપાધ્યાય, મામલતદાર અમરેલી શહેર શ્રી દવે સાહેબ, નગરપાલીકા ચીફ ઓફીસર શ્રી વિનોદભાઈ રાઠોડ મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા. વિશેષમાં પીએમ સ્વનીધી યોજના અન્વયે અમરેલી નગરપાલીકા વિસ્તારના ૩,૦૫૮ શહેરી ફેરિયાઓંને ૭.૮૩ કરોડ જેવી રકમની ટર્મ લોન અત્યાર સુધીમાં ચૂકવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ બહોળી સંખ્યામાં શહેરી નાગરિકોને આ યોજના વિશે વિસ્તુતમાં જાણકારી આપવામાં આવેલ હતી.

Related Posts