શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના
જિલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ જમ્પ કેદીઓ પકડવા ખાસ સુચના આપેલ
હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા દ્રારા જિલ્લાના નાસતા ફરતા
આરોપી તથા ફરાર કેદીઓ તેમજ નામદાર કોર્ટોના લાંબા સમયથી પેન્ડીંગ ક્રિમીનલ ટાર્ગેટેડ કેસોના
આરોપીઓ પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય તેમજ શ્રી
સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ.
પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન હેઠળ પેરોલ ફર્લો ટીમ ઉપરી અધિકારીશ્રીઓ
તરફથી મળેલ સુચના માર્ગદર્શન મુજબ કામગીરી કરવા સતત પ્રયત્નશીલ હોય જે અનુસંધાને નામ.ધારી
કોર્ટના ક્રિમીનલ ટાર્ગેટેડ કેસોના લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા
ટેક્નીકલ સોર્સ મારફતે હકીકત મેળવી બંને આરોપીઓને તા.૧૧/૦૬/૨૦૨૬ ના રોજ નવસારી ખાતેથી પકડી પાડી
આગળની ઘટતી કાર્યવાહી કરવા ધારી પો.સ્ટે. તરફ સોંપી આપેલ છે.
વિગતઃ- આ કામેના બંને આરોપીઓ વિરૂધ્ધ્માં નામદાર સેકન્ડ એડી.ચીફ જ્યુડી. મેજી. સાહેબની કોર્ટ ધારીના
ફોજદારી કેસ નં.-૧૦૬/૨૦૧૯ તથા ફોજદારી કેસ નં.૧૦૮/૨૦૧૯ મુજબ ધી નેગો.ઈન્સ્ટ્રુ.એકટ કલમ.૧૩૮
મુજબના કેસો ચાલતા હોય જે બંને કેસોમાં આરોપીઓ છેલ્લા સાત વર્ષથી ફરાર હતા જે બંને આરોપીઓને પકડી પાડવામાં
આવેલ છે.
પકડાયેલ આરોપી:- (૧) અમીતભાઇ વિનોદભાઇ માધવાણી ઉ.વ.૪૧
(૨) કાર્તિકભાઇ વિનોદભાઇ માધવાણી ઉ.વ.૪૭
રહે.ફલેટ નં.૩૦૧ (શાંતીલાલ પટેલના ફલેટમાં ભાડે), ધરતી એપાર્ટમેન્ટ,
શાંતાદેવી રોડ,નવસારી
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
આ કામગીરી શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ
શ્રી એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, અના.એ.એસ.આઇ. એ.એમ.સોલંકી એ રીતેના
જોડાયેલ હતા.














Recent Comments