અમરેલી

“હમારી છોરી ઓ છોરો સે કમ ના હે” શ્રી વિહળ સ્ટેડિયમ ની ખેલાડી અવની ચાવડા ની ભારતીય અંડર 19 ટીમ માં પસંદગી

બોટાદ શ્રી વિહળ સ્ટેડિયમ ની ખેલાડી અવની ચાવડા ની ભારતીય અંડર 19 ટીમ માં પસંદગી પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં ઈન્ડિયા અંડર 19 ટીમ માં સામેલ થયેલ ખેલાડી શ્રી અવની ચાવડા શ્રી રાઘવેન્દ્ર સરકાર અને પ. પૂ. શ્રી વિહળાનાથ ના દર્શન કરી જગ્યાના ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના આશીર્વાદ લીધા. પૂજ્ય શ્રી ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત લીધી.  

   પૂજ્ય બા અને ભયલુબાપુ દ્વારા અવની ચાવડા નું પુષ્પમાળા તેમજ રામનામી શાલ આપી ઠાકર વિહળાનાથ ની સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું 

અવની ચાવડા એ પોતાનું કરિયર શ્રી વિહળધામ પાળિયાદ સંચાલિત શ્રી વિહળ સ્ટેડિયમ, પૂજ્ય શ્રી ભયલુબાપુ ના માર્ગદર્શન અને શ્રી સમરસ એકેડમીનાં કોચ શ્રી કિરણભાઈ ના નેતૃત્વ માં શરૂ કર્યું હતું  નાના એવા બોટાદ જિલ્લામાં ક્રિકેટ રમી આજે એને સમગ્ર દેશ માટે રમવાનું એને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે 

શ્રી અવની ચાવડા ઈન્ડિયા અંડર 19 ટીમ માં સિલેક્ટ થઈ સમગ્ર સૌરાષ્ટ્ર નું,બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે માત્ર 15 વર્ષ ની ઉંમરે અવની એ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને  તે સૌરાષ્ટ્ર ની પ્રથમ મહિલા અંડર 19 ટીમ ની ક્રિકેટર બની છે 

આજરોજ અવની નું નામ ભારત ની ટીમ માં આવતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પ્રમુખ શ્રી જયદેવ શાહ સાહેબ અને શ્રી નિરંજન શાહ સાહેબ તેમજ કોચ જાનિ સાહેબ અને શીતલ મેમ દ્વારા પણ અવની ને અભિનંદન પાઠવવામાં આવ્યા.

બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિએશન તથા કોચ શ્રી કિરણભાઈ સોલંકી એ પણ અવની ને  ખૂબ શુભકામના પાઠવી.

Related Posts