દામનગર શહેર માં શ્રીમદન મોહનલાલજી પુષ્ટિ માર્ગીય હવેલી પરિસર માં આવેલ દુકાન માં દરજી કામ કરી પરિવાર નું ગુજરાન ચલાવતા પરિવારે હવેલી ને કોઈ પણ અપેક્ષા વગર દુકાન પરત વિદ્વાન ભાગવતાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી ની પ્રેરક ઉપસ્થિતિ માં ભાડુઆત ની ઉદારતા નું ગદગદિત કરતું બહુમાન કરાયું સ્વ મોહનભાઇ દરજી રામપર વાળા ના પુત્ર રત્ન હાલ રાજકોટ સ્થિત રહેતા સામાન્ય દરજી કામ નો વ્યવસાય કરી પરિવાર નું ગુજરાન ચલાવતા ભાડુઆત કનૈયાલાલ મોહનલાલ રાઠોડ પોતાની દુકાન નીસ્વાર્થ ભાવે ઠાકોરજીને અર્પણ કરતા ભાગવત સપ્તાહમાં શાસ્ત્રીજી દ્વારા આશીર્વાદ પાઠવી ઉપરના ઓઢાડી તેનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ના ટ્રસ્ટી ભીખુભાઈ ખખ્ખર સહિત સમસ્ત વૈષ્ણવ સમાજ ના વડીલો એ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું પુષ્ટિ માર્ગીય હવેલી પરિસર માં આવેલ દુકાન માં સોયા ની અણી ઉપર પરિવાર નું ગુજરાન ચલાવતા કનુભાઈ ઉર્ફે કનેયાલાલ ની ઉદત ભાવના સમર્પણ ભાવ ની સરાહના કરતા સમસ્ત વૈષ્ણવ સમાજ તેમને તાળીઓના ગરગડાટથી વધાવી લીધી હતી સમાજ માં પ્રમાણિત નું ઉમદા ઉદારણ પૂરું પાડ્યું હતું વ્યક્તિ ગરીબ છે કે તવંગર એ મહત્વ નું નથી પણ અણ હક્ક નું લેવી નહિ નો સંદેશ આપતા રાઠોડ પરિવારે કોઈ પણ અપેક્ષા વગર વર્ષો ના ભાડુઆત કબ્જા વાળી મિલકત પરત કરી ઉત્તમ ઉદારણ પૂરું પાડ્યું હતું જેની સમગ્ર પંથક માં સરાહના કરાય રહી છે
દામનગર: દરજી પરિવારે પુષ્ટિ માર્ગીય હવેલી ની વર્ષો ના ભાડા કબ્જા ની મિલકત પરત કરતા સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા સત્કાર




















Recent Comments